પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તે કાઢે તે માટીના દાણા જેવા હાય. ‘દાસબાધ'માં અક્ષરની ઉપર એક પ્રકરણ છે તે વાંચવા-વિચારવા યોગ્ય છે. દિલીપના અક્ષર જોઈ ને આ લખવાનું મન થયું. આમાંથી જેટલું તમને ગ્રહણ કરવા યોગ્ય લાગે તે લઈને બાકીનું વીસરી જજો. મારા ઘણા ખરાબ અક્ષર મારા અભિપ્રાયનું સમર્થન કરે છે. મારા અક્ષર ખાટા શિક્ષણનું પરિણામ છે.” ડો. મહેતાએ છોકરીઓને આધુનિક પદ્ધતિનું ઊંચું શિક્ષણ આપવા પ્રયત્ન કરેલે; પિયાનો વગાડતાં શીખવાને શિક્ષક રાખેલા વગેરે વાતો કરી. મેં કહ્યું : “પિયાનો વગાડતાં શીખનાર પિયાનો પણ રાખશે એવી આશા રખાયને?' બાપુ કહે : “ હાસ્તો, અને એની કિંમત ચારપાંચ હજાર રૂપિયા તો પડે.” દક્ષિણ આફ્રિકામાં પોતે મણિલાલને માટે વસાવેલ પિયાનાની વાત કરી : * એ પિયાને હજી ફીનિકસમાં હોવા જોઈ એ – મણિલાલે વચ્ચે ન હોય તો. મેં તો નહોતો વો. એણે ઠીક કામ આપ્યું. પ્રાર્થનામાં અનેક ભજનો એમાં ઉતારાતાં, કેરાન એના ઉપર વગાડતા, વેસ્ટ, રાયપન, બધાએ એનો ઉપયોગ કરેલ. હુસેન હૈ બહારે બાગ દુનિયા ચંદરાજ એના ઉપર વગાડતા અને ગાતો, અને એના સૂર એટલા મધુર હતા કે પિયાનો વાગે છે કે હુસેન ગાય છે એ કહેવું મુશ્કેલ પડતું.” આજે ડાહ્યાભાઈ વલભભાઈ ને મળી ગયા. હવે નારણદાસભાઈના કાગળ સિવાયના ઘણાખરા ૨-૬- રૂ ૨ કાગળ બાપુ જાતે જ લખી કાઢે છે. બે ત્રણ દિવસ ઉપર હીરાલાલને લખ્યું હતું : “હું મને મંદ બુદ્ધિનો માનું છું. એ વસ્તુને આજે . . . ના કાગળમાં વધારે લંબાવી: - 64 મારા જીવનમાં બુદ્ધિને ફાળા એ જ રહ્યો છે એમ ગણાય. મને પોતાને હું મંદબુદ્ધિ માનું છું. શ્રદ્ધાવાનને બુદ્ધિનો યોગ ભગવાન કરાવી આપે છે એ મારા વિષે તા શબ્દશ: સાચું પડયું છે. મારામાં હંમેશાં વડીલે, નાનીઓ પ્રત્યે માન અને શ્રદ્ધા રહ્યાં છે. અને મારી મોટામાં મોટી શ્રદ્ધા સત્યને વિષે રહેલી છે તેથી મારા માથે હંમેશાં કઠિન છતાં સરળ લાગ્યા છે. ” . . . ને : “ ગમે તે રાક્ષસી માણસ ચડી આવે તોયે તેની સામે થવા જેટલું બળ ઈશ્વર તને આપી રહેશે એવો વિશ્વાસ રાખવો. મુલ ડરવાનું છે જ નહી. એવા બનાવ બની આવે ત્યારે જેટલું બળ હોય તેટલું કાઢવું. એનું નામ હિંસા નથી. ઉદર બિલાડીની હિંસા કરી જ ન શકે. પણ ઉંદર ધારે તો બિલાડી તેને જીવતા ખાઈ ન શકે. આમ, બિલાડીના મોંમાંથી નીકળી જનાર ઉંદર બિલાડીની હિંસા નથી કરતા. ૩૯૧

Gandhi Heritage Portal

૩૯૧