પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આટલું સમજાય છે કે ? વ્યભિચારી પુરુષ હંમેશાં રાંક હોય છે એ યાદ રાખવું. તે પવિત્ર સ્ત્રીનું તેજ જીરવી શકતો નથી. તેની રાડથી તે કાંપે છે. ” . . .ને લખ્યું : “ પ્રિયજન ઉપર એ પ્રેમ ન રાખો કે જેથી તેના શબ્દેશબ્દમાં તેના દુભાવાની જ ગંધ લાગતી હોય. પ્રિયજન આપણાથી દુભાય જ નહીં એવા આત્મવિશ્વાસ આપણામાં હોવા જોઈએ. એ ન હોય તો પ્રિયજનને આપણે અન્યાય કરતા થઈ જઈએ.” રેહાનાએ સુંદર ગઝલ મોકલી છે તેમાં છેલ્લું આ છે :

  • ઝફર ઉસસે છુટકે જે જસ્ત કી, તો યે દેખા હમને કિ વાકઈ એક કૈદ ખુદીકી થી.

ન કફસ થા, ન કાઈ જાલ થા. ઝફર કહે છે, એમાંથી છૂટીને છલાંગ મારી તો જોયું કે ખરેખર એ અહ કારની કેદ હતી. એ કાઈ પીંજરું કે જાળ નહોતી. આ કેટલું બધું સાચું છે ! આજે શેઠ . . . નો કાગળ આવ્યો. તેમાં પોતાના મિલકતત્યાગ વિષે પિતાની ઉપરનો પત્ર તથા પિતાને મિલકત વહેંચવાની ૩-૧-'રૂ ૨ સૂચના કરનારા પત્રની નકલ બીડેલી હતી. અને જાણે કશું ન બન્યું હોય તેમ એક લીટી માત્ર લખી હતી કે “ આશા રાખું છું કે આપને એ પસંદ પડશે. '૨૧માં તમે અમારે ત્યાં આવ્યા ત્યારે મારે એ વિષે આપની સાથે વાત થઈ હતી અને આપની એવી જ સલાહ હતી.” પિતાપુત્રના કાગળ હૃદયદ્રાવક છે, અને આખી વસ્તુ એ એક મોટું વીરકાવ્ય છે. હિંદુસ્તાનના સ્વાતંત્ર્યના ઈતિહાસમાં આ વસ્તુ અમર રહી જશે. પ્રતિજ્ઞાપાલનનું આ એક અનુપમ દષ્ટાંત છે. . . . કહે છે કે “ હું તુચ્છ વ્યક્તિ છું, પણ પ્રતિજ્ઞાનો ભંગ જિંદગીમાં કોઈ વાર કીધા નથી. અત્યાર સુધી પ્રહલાદને સંબંધ રહ્યો છે. હવે રામચંદ્રની જેમ સર્વસ્વનો ત્યાગ પિતાની આજ્ઞાથી કરું છું.” જેલમાંથી નીકળ્યા પછી કિસાનોને બોલાવવા, તેમને સૌને તેમના હાલ પૂછવા અને પિતાએ લગાન લીધું છે માટે ગૃહમાં પ્રવેશ ન કર એ ભારે વીરાચિત ધર્મભાવના સૂચવે છે. એને બાપુએ કાગળ લખ્યા: “ આપકા ત્યાગપત્ર હૃદયદ્રાવક હૈ. પિતાજીકા ભી ઐસા હૈ. મેરા અભિપ્રાય હૈ કિ વે દૂસરા કુછ નહીં કર સકતે થે. મેહ છુટના સામાન્ય વસ્તુ નહીં હૈ. ઇસ યુગમેં નવયુવકેમે' જે ત્યાગશક્તિ પેદા હુઈ હૈ ઉસકી આશા વૃદ્દાસે નહીં રખ સકતે હિં'. આપને સર્વસ્વકા ત્યાગ કિયા વહ ઉચિત હી કિયા ૩૯

Gandhi Heritage Portal

૩૯૨