પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હૈ, ઇસમે મુઝે સંદેહ નહી હૈ. '૨૧ સાલકી બાત મેં તો ભૂલ ગયા થા. અબ સ્મરણ હુઆ. મેરા વિશ્વાસ હૈ કિ આપ લેગાંકે બીચમે અબ પ્રેમ બઢેગા. સંભવ તે હૈ કિ અબ પિતાજી કુછ ન કુછ તો ત્યાગ અવશ્ય કરેગે હી. આપકે દિલમે ઉનકે લિયે વહી ભક્તિ કાયમ હૈ વહ બડાત અચ્છી બાત હૈ. . . . દેવીકા ઈસ ત્યાગમે સહારા થા કયા? વહ શિક્ષિતા હૈ ? મેરી ઉમ્મીદ હૈ કિ ઉનકા શરીર દિનપ્રતિદિન અરછા હોતા રહેગા. ઈશ્વર આપકી પવિત્રતામે વૃદ્ધિ કરે. સરદાર આર મહાદેવ ભી આપકે ધન્યવાદ ભેજતે હૈં. ત્યાગપત્રકે બારેમે મને પઢા થા પરંતુ ઇસ બારેમેં કુછ ભી યહાંસે લિખના મને ઉચિત નહીં માના. કાંક આપકા ખત મેરે તક આને દિયા હૈ ઇસલિયે મિને ઇતના લિખા હૈ. મેરી સલાહ હૈ કિ મેરે ઇસ પત્રકો અખબારમે ને ભેજા જાય.” - આજે સવારે કાનજીભાઈના પુત્ર પકડાયે એ ખબર વાંચીને બાપુ બાલ્યા હતા: “ દેશમાં આવી ગયેલી નબળાઈ જોઈને મને આશ્ચર્ય નથી થતું તેમ આવાં અાંખાં કુટુંબા હામાતાં જોઈને પણ આશ્ચય નથી થતું. અને વસ્તુઓ આજે દેખા દઈ રહી છે.” આજે બાપુ અને વલ્લભભાઈને આઠ મહિના જેલમાં પૂરા થયા. બાપુ કહે : “ મહાદેવના સાત પૂરા થયા.” એટલે વલ્લભભાઈ ૪-૨-૨ કહે : “હા, પણ “ઘર્ષાત્તમિટું છેતેષામ' ! આપણી તો

  • અપત્ત’ મુદત છે ને?” . . . રંગુનથી કાગળ લખતા હતા તે બધા . . .એ લખાવેલા હતા એવી ફરિયાદ આવ્યાં કરતી હતી. કાગળો એવા સ્વાભાવિક લાગતા કે બાપુ એ રિયાદ માનતા નહોતા. આખરે . . .તે જ તાર હતા. તેમાં તેણે જણાવ્યું કે કાગળાના મુસદ્દા બધા એના હતા. બાપુએ એ તારની નકલ . . ને મોકલી અને જણાવ્યું : “ હવે તારા જે કાગળાની અમારા બધા ઉપર બહુ અસર પડી એ કાગળે તે નકલી હતા. અસલ તારા નહોતા, એટલે એની કિંમત પણ એટલી જ સાંકુ' ના? અને વળી એ વાત તેં મારાથી છુપાવી. હવે તો એ કાગળમાં કરેલી પ્રતિજ્ઞાઓ તું સાચી પાડ !” વલ્લભભાઈ કહે : “ એ તારની નકલ એને શા સાર મોકલે છે ? એને લખો કે મારી પાસે આવી રિયાદ આવી છે એ સાચી છે ? એ બાબતમાં તારે શું કહેવાનું છે ? એટલામાં એ બરાબર પકડાઈ જશે.” બાપુને એ સૂચના પસંદ ન આવી. એ સૂચના સ્વીકારવામાં હિંસા રહેલી હતી. “માણસને જૂઠું બોલવાની તક આપવી અને જૂ યુ” માલાવા એ હિંસા છે. આ તો જે હકીકત આપણી પાસે છે તે એની

Gandhi Heritage Portal

૩૯૩