પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેં કહ્યું : “ એ હું સમજું છું. પણ પવિત્રમાં પવિત્ર બાળા એક તમાચાથી જાલિમને નથી વશ કરી શકતી અને અનેક માણસો હોય તો લાચાર થઈ જાય છે.” બાપુ : “ હું તો અસંભવિત માનું જ છું. પણ મેડિકલ યુરિyડન્સ પણ અસંભવિત માને છે. જ્યાં લગી સ્ત્રી ‘રિલેકસ' ન કરે (ઢીલી ન પડે) ત્યાં લગી કામી પુરુષ પોતાના કામ પૂરો ન પાડી શકે. મોતને શરણ થવા નથી માગતી તેથી સ્ત્રી અનિચ્છાએ પણ ‘રિલેકસ' કરે છે, પડતું મેલે છે, એટલે કામીને વશ થાય છે. જેનામાં મરણિયાપણું આવ્યું છે તે બંધન તોડે છે અથવા તો તે પોતે તૂટે છે. આટલું જોર પ્રાણીમાત્રમાં છે. વાત એ છે કે જીવવાને લાભ એટલે બધે રહે છે કે માણસ મરે ત્યાં લગી જોર કરતા જ નથી. જે સ્ત્રી એટલુ જોર કરે છે તે એક માણસની સામે ઝૂઝતાં છતાં થઈ જાય, અને પોતાનાં પાંસળાં ઝઝૂમવામાં તોડી નાખે.” મેં કહ્યું : ૮૮ પણ આટલા આત્મબળવાળી સ્ત્રીને તમારો મારવાની સૂચનાની જરૂર નથી. એને તો ગમે તે ઉપાય સૂઝી જ જશે.” બાપુ : “ એ બધું તો હું ત્યારે જ સમજાવું.” એક બાઈ મિસિસ સત્યવતી ચિદંબર પોતાને હિંદી ખ્રિસ્તી તરીકે વર્ણવી લખે છે : You will be far greater if you accepted Him and tried to be a true Christian. It is for the sake of India you love that I plead with you to give Jesus a chance in your heart and in your life. Christ is waiting with outstretched arms to accept India. You cannot be an orthodox Hindu and follow the principles of Jesus as given in the sermon on the Mount. Jesus is the only Savior of the world." | “ તમે જો ઈશુને સ્વીકાર કરો અને સાચા ખ્રિરતી થવાનો પ્રયત્ન કરો, તે છે તે કરતાં ધણા વધારે મહાન બને. જે હિંદને તમે ચાહો છે તેની ખાતર જ હું તમને તમારા હૃદયમાં અને જીવનમાં ઈશને સ્થાન આપવાની અપીલ કરું છું. ઈશુ તો હાથ પહોળા કરીને હિંદને અપનાવવા ઊભા છે, તમે સનાતની હિંદુ રહો અને ઈશુના ગિરિપ્રવચનના સિદ્ધાંતોને અનુસરો એ શકય નથી. ઈશ જ એક દુનિયાને તારણહાર છે.” | એને બાપુએ સખ્ત કાગળ લખ્યા : "Dear Sister, "I have your letter. Why do you think that the truth lies only in believing in Jesus as you do? Again why do you think that an orthodox Hindu cannot follow out the ૩૯૫

Gandhi Heritage Portal

૩૯૫