પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

precepts of the Sermon on the Mount? Are you sure of your knowledge of an orthodox Hindu ? And then are you sure again that you know Jesus and His teachings? I admire your zeal but I cannot congratulate you upon your wisdom. My fortyfive years of prayer and meditation have not only left me without the assurance of the type you credit your self with, but have left me humbler than ever. The answer to my prayer is clear and emphatic that God is not encased in a safe to be approached only through a little hole bored in it, but that He is open to be approached through billions of openings by those who are humble and pure of heart. I invite you to step down from your pinnacle where you have left room for none but yourself. With love and prayer, Yours, M. K. G. * વહાલાં બહેન, “ તમારા કાગળ મળ્યો. શું કામ તમે એમ માને છે કે જે રીતે તમે ઈશને માને છે. એ રીતે એને માનવામાં જ સત્ય રહેલું છે ? વળી શા માટે તમે એમ માને છે કે ગિરિપ્રવાસનના સિદ્ધાંતો સનાતની હિંદુ ન પાળી શકે ? સનાતની હિંદુનો અર્થ તમે બરાબર જાણે છે. એવી ખાતરી છે ? એથીયે આગળ જઈને પૂછું કે ઈશ અને એના ઉપદેશના અર્થ વિષે તમારી પૂરી ખાતરી છે ? તમારા ઉત્સાહની હું કદર કરું છું પણ તમારા જ્ઞાન વિષે તમને હું અભિનંદન આપી શકતો નથી. પિસ્તાળીસ વર્ષની પ્રાર્થના અને ચિંતનથી મારામાં તે તમારામાં જે પ્રકારની ખાતરી છે તેવી નથી આવી. હું તો પહેલાં કરતાં વધુ નમ્ર બન્યો છું. મારી પ્રાર્થનાનો મને તો સ્પષ્ટ અને આગ્રહભર્યો જવાબ મળ્યા છે કે ઈશ્વર એવી તિજોરીમાં પુરાયેલે નથી, જેમાં પાડેલા એક જ કાણામાંથી એ જોઈ શકાય. પણ એ તો જે નમ્ર અને વિશુદ્ધ હૃદયના છે તેમનાથી કરોડો માર્ગે જોઈ શકાય એવે છે. તમે જે શિખરે ચડયાં છે, જ્યાં તમારા વિના બીજાને ઊભવાને તમે અવકાશ નથી રાખ્યા, ત્યાંથી ઊતરવાની હું તમને સલાહ આપું છું. તમારે માટે પ્યાર અને પ્રાર્થના કરતો, તમારા મો. ક. ગાંધી.” . . .નેઃ “ તારી જેમ હારીને નથી બેસતા. પણ કઠોરતમ હૃદયને પણ ઈશ્વરકૃપાએ પિગળાવવાની આશા રાખું છું ને તેથી પ્રયત્નશીલ રહું છું.” इति शम् ૩૯૬

Gandhi Heritage Portal

૩૯૬