પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહે: " એ તો ઠીક, પણ એની જે બધી અસાધારણતાઓ છે એ કોણ કયા ક્ષેત્રમાં આણી શકવાનું હતું? " મેં કહ્યું : “ નંદલાલ બોઝ, અસિત હલધર જેવા ઉત્તમ ચિત્રકળાકાર ત્યાં પડ્યા છે. વિધુશેખર શાસ્ત્રી છે.” વલ્લભભાઈ : " ચિત્રકળા તો ઠીક. એની શાળા તે કેટલી ચાલે ? આપણી તો ખાદી ને રેંટિયો. એને માટે બાપુ થોડા જ જોઈએ ? એ તો બાપુ ન હોય તો દૂધાભાઈ યે આવીને ચલાવ્યા કરે. લોકો ઉપાડી લઈ શકે એવી કોઈ વસ્તુ એમણે નથી આપી જે અખંડ ચાલ્યા જ કરે.”

મેં કહ્યું : " એક મહાત્મા કહેતા હતા કે ગાંધીજીની બધી વાતો લોકો ભૂલશે ત્યારે પણ ખાદી અને દારૂનિષેધ એ શાશ્વત રહેવાનાં છે. "

બાપુ : “ એનું કારણ જ એ છે કે એ સામાન્ય લોકોને રુચે છે, અને એ સામાન્યમાં સામાન્ય માણસ પણ ચલાવ્યાં કરી શકે.”

મને આ વેળા અનેક વિચાર મનમાં આવ્યા અને ગયા. “ આશ્રમ ચલાવનાર બાપુ પછી કોણ? આશ્રમનાં અસિધારાવતો ધોકો અને ધડકી લઈને સંભળાવનારા અને દિનરાત એને વિષે જાગ્રત રહેવાનું કહેનારા કોણ ? અનેક પ્રકૃતિનાં, અનેક પ્રદેશનાં અનેક રુચિ અને શક્તિનાં સ્ત્રીપુરુષો અને બાળકોનો આપણો માળો બાપુ પછી કોણ ચલાવશે ? ઈશ્વર. અહિંસા અને સત્યમાં શ્રદ્ધા રાખનારાં અને એને માટે મરનારાં અજ્ઞાત માણસા એટલાં બધાં પડ્યાં છે કે આપણી પોતાની ન્યૂનતા છતાં અવિશ્વાસને સ્થાન નથી રહેતું."

મેં તરત કહ્યું : " ટાગારને વિષે એમ કહેવાય કે આજ સુધી એમને ત્યાં અસાધારણ પ્રતિભાવાળા માણસો ન ખેંચાયા હોય તે કદાચ હવે એમનું કામ ચાલુ રાખવાને માટે જોડાય. શાંતિનિકેતન એમના આદર્શ પ્રમાણે જ ચાલુ રાખવાને નવા માણસે કેમ ન જોડાય ? ”

બાપુ કહે : " બરાબર છે. આજે એમની પ્રચંડ શક્તિથી ઘણા આકર્ષાતા ન હોય તો ભવિષ્યમાં આકર્ષાય એમ બને જ. આજે પણ રામાનંદ ચેટરજી જેવા તો છે જ, અને ઈશ્વરકૃપા હોય તો બીજા પણ આવે. અને એમનું શ્રીનિકેતનનું કામ છે તે તો ચાલુ રહેશે. એમહસ્ર્ટ જેવો માણસ વિલાયત છોડીને એ ચલાવવા માટે ચાલ્યો આવે તો મને આશ્ચર્ય નહી થાય. "

વલ્લભભાઈ : " પણ મને તો આપણું કામ ધક્યાં કરશે એમ સ્પષ્ટ વિશ્વાસ છે. એમાં ઝાઝું વિચારવાપણું અને સમજવાપણું ન મળેને ! "

બાપુ કહું : "દેવદાસે એક સચોટ વાક્ય, કાંતવા વિષે ‘લીડર’માં લખેલું તે મને યાદ આવે છે — It is too simple to command

૩૮