પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“The Americans look at him without understanding him. Gandhi is not a Christian, makes no pretence of being so, and owes very little of anything to the teaching of Christ

. ... I can have little in common with those among us who are trying to persuade America that Gandhi, a Hindu to the core, is really unconsciously Christian ' . . . Gandhi believed in 'Non-violence' to any creature long before he ever heard of Christianity. It was part of his childhood faith. His mother taught it to him. The principle of Ahimsa (non-violence) whereon he lays so much stress today is distinctly and beyond controversy a part of his Hindu heritage."

" અમેરિકન એને બરાબર સમજ્યા વિના એની વાત કરે છે. ગાંધી ખ્રિસ્તી નથી જ. એ પોતે જ એવો દાવો કરતા નથી. એનામાં જે કાંઈ છે તેમાંનું બહુ થાડ ખ્રિસ્તના ઉપદેશને આભારી છે. આપણામાંના કેટલાક અમેરિકાને એવું સમજાવવા પ્રયત્ન કરે છે કે ગાંધી પોતે ન જાણતા હોય પણ તે ખરેખર ખ્રિસ્તી છે. હું એવું કશું માનતા નથી. એ તો હાડોહાડ હિંદુ છે. ખ્રિસ્તી ધર્મ વિષે એમણે કશું જાણ્યું કે સાંભળ્યું હશે તે પહેલાંથી ગાંધી તો પ્રાણીમાત્ર પ્રત્યે અહિંસાને માનતા આવ્યા છે. તેઓ અહિંસાને બાળપણથી પોતાના ધર્મને એક સિદ્ધાન્ત ગણતા. એમની માએ એમને એ શીખવેલું. આજે જે અહિંસાના સિદ્ધાન્ત ઉપર તેઓ આટલા બધે ભાર ! મૂકે છે તે હિંદુ ધર્મ માંથી એમને વારસામાં મળે છે એ સ્પષ્ટ અને નિર્વિવાદ છે.”

આ કહીને - અને આ સાચી વાત કહીને – મહમદઅલીએ એક વાર કહેલું તે જ વસ્તુ બહુ સૌમ્ય ભાષામાં આ પાકા ખ્રિસ્તી બાપુને વિષે કહે છે :

"Let us be done with the idea that Christianity is the only religion that can produce good men. The question is when other religions have done their best, can Christianity, at its best, surpass them? We believe so. Mr. Gandhi is quite certainly a better Hindu than I am a Christian-that is, he practises his religion in a much better fashion than I do mine. He is probably as high a type as his religion can produce, while I am a very poor advertisement for mine. But that is not the question. It is not at all fair to judge the relative worth of Christianity and Hinduism by comparing Christians like me with Mr. Gandhi. The real question is, can Christianity at its best produce a higher

૪૧