પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

type of man than Hinduism? If not, then we ought all to become Hindus. And if Hinduism can produce a type worthy to be compared with Christ himself, then why strive to make the Hindus Christian?"

. . . I would by no means seek to deny Gandhi is a great soul'. I believe that he is so. But from what knowledge I can get from my reading, I most certainly say that I do not think him as great a soul as very many of the Christian saints have been. I also fully believe that we have many better men in the Christian church today, although their virtues have not been so highly publicized. The battles they are fighting are not of such a spectacular character, but demand a courage and a devotion not inferior to that which Gandhi exhibits in his political contest with the British Empire."

" આપણે એ વાત ભૂલી જવી જોઈ એ કે ખ્રિસ્તી ધર્મ જ એક એવો છે, જે સારા માણસો પેદા કરી શકે. સવાલ તો એ છે કે બીજા કોઈ પણ ધર્મના ઉત્તમોત્તમ સર્જન કરતાં ખ્રિસ્તી ધર્મનું ઉત્તમોત્તમ સર્જન ચઢિયાતું છે કે નહીં ? હું માનું છું કે છે જ. હું જેવો ખ્રિસ્તી છું તેના કરતાં ગાંધી વધારે સારા હિંદુ છે એમ હું જરૂર કહું. એનો અર્થ એટલે જ કે હું મારા ધર્મનું જે રીતે પાલન કરું છું તેના કરતાં ગાંધી પોતાના ધર્મનું વધારે સારી રીતે પાલન કરે છે. સંભવ છે કે હિંદુ ધર્મ જેટલો ઊંચામાં ઊંચા માણસ પેદા કરી શકે તેટલા ઊંચા એ છે, જ્યારે હું ખ્રિસ્તી ધર્મનો બહુ નબળા પ્રતિનિધિ ગણાઉં. પણ આપણી સામે સવાલ એ નથી. મારા જેવા ખ્રિસ્તીની ગાંધી જેવા હિંદુની સાથે સરખામણી કરીને ખ્રિસ્તી અને હિંદુ ધર્મની સરખામણી કરવી એ જરાયે વાજબી નથી. ખરો સવાલ તો એ છે કે ખ્રિસ્તી ધર્મનું તથા હિંદુ ધર્મનું સારામાં સારી રીતે પાલન કરનારામાંથી કયા ધર્મવાળા ચઢે ? જો ખ્રિસ્તી ધર્મવાળા ન ચઢી શકે એમ આપણે કહીએ તો આપણે સૌએ હિંદુ ધર્મ અંગીકાર કરવા જોઈએ. જો હિંદુ ધર્મનું પાલન કરવાથી ખુદ ઈશુ ખ્રિસ્ત સાથે સરખાવી શકાય એટલે દરજજે વ્યક્તિ ચઢી શકતી હોય તો પછી આપણે હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના પ્રયત્નો શા સારુ કરી રહ્યા છીએ ?

" . . . ગાંધી મહાત્મા એ વસ્તુનો ઇનકાર કરવાનો મારો આશય નથી. હું માનું છું કે એ મહાત્મા છે. પણ મેં જે વાંચ્યું છે તે ઉપરથી હું નિશ્ચયપૂર્વક કહું છું કે એવા અનેક ખ્રિસ્તી મહાત્મા થઈ ગયા છે

૪૨