પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂક્તિઓ ટાંકવામાં આવે છે. આ આપણી સુખની વ્યાખ્યાને પર્યાયરૂપે એણે આપી છે : Everything that frees our spirit without giving us self-mastery is pernicious. જે જે વસ્તુઓ આત્મવિજય અપાવ્યા વિના ચિત્તને નિરંકુશ કરે છે તે મહા હાનિકારક છે. ગીતાજીમાં તો વચનામૃત ભરેલાં છે. यस्त्वास्मरतिरेव: स्यात ॥ सुखमात्यन्तिकं यतद ॥ અને यं लभ्वा चापरं लाभं मन्यते नाधिकं ॥ ટૂંકામાં ટૂંકી અને જાડા માણસ સમજે એવી જાડી વ્યાખ્યા જોઈએ તો એ કે બીજાના સુખને માટે જીવવું અને બીજાને સુખી જોવા, એના જેવું બીજુ એકે સુખ નથી.

* **

રોમે રોલાએ બાપુની સ્વિટઝર્લેન્ડની એટલે રોલાંની મુલાકાતનું એક અતિશય જીવંત વર્ણન, રમૂજ અને તાજગીથી ઊભરાતું વર્ણન, એક અમેરિકન મિત્રને લખેલા કાગળમાં લખ્યું છે. એમાં એ બાપુની અને પોતાની ભેટને સાધુ ડોમિનિકની અને સંત કાન્સિસની મુલાકાત સાથે સરખાવે છે. ડોમિનિક રોલાં કે ગાંધીજી ? મુલાકાત લેવા તો ડોમિનિક ગયા હતા. પણ ડોમિનિકના કરતાં ક્રાન્સિસના જીવનની તુલના ગાંધીજીના જીવન સાથે વધારે થઈ શકે કદાચ. આખો કાગળ એટલા બધા હળવા વિનાદોથી ભરેલો છે કે આ તુલનામાં ઉપર ઉપરની તુલના ઉપરાંત બહુ નહીં હોય. છતાં જરા વિચારવા જેવું છે ખરું. અને ડોમિનિક કે ફ્રાન્સિસ બેમાંથી ગમે તેની સાથે પોતાની સરખામણી કરવી એ જબરદસ્ત આત્મવિશ્વાસ અને આત્મસ્વછતાનું ભાન સૂચવે છે. મને સ્મરણ છે ત્યાં સુધી સંત ફ્રાન્સિસ ઉગ્ર તપશ્ચર્યાની મૂર્તિ હતા, ડોમિનિક 'युक्ताहार विहार’ , ‘युक्त स्वप्नावबोध , 'कर्मसु युक्तशेष्ठ' युक्त સ્વભાવવો’, ‘મંસુ પુરણ' હતો. પણ કોણણું કહેશે કે ક્રાન્સિસ યોગી નહોતો ?

* **

ગેટેના જીવનમાં ત્યાગ અને ભોગ, વિલાસ અને વૈરાગ અને ઊભરાય છે; પણ ભોગ અને વિલાસમાંથી આખરે એને છૂટકો ત્યાગ અને વૈરાગમાંથી જ જડ્યો છે, અને પ્રયત્નશીલ મનુષ્યને માટે સદાય આશા છે એવું અનુભવવા મૂકી ગયો છે. પ્રયત્નશીલતાનું લક્ષણ એની પ્રસિદ્ધ લીટીઓમાં દેખાય છે :

Who has not cut his bread with sorrow
Who hasn't spent the midnight hours
Weeping and watching for tomorrow,
He knows you not, Ye heavenly powers !

જેણે સંતપ્ત દિલે પોતાનો રોટલો ખાધો નથી, જેણે કાલને માટે રડીને અને જાગીને આજની રાત પસાર કરી નથી તે, હે ભગવાન, તને ઓળખતો નથી !

૪૯