પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

२८-३-'३२ મિસિસ નાયડુના બનારસ જવા વિષે બાપુનું અનુમાન એ છે કે, એને માલવિયાજીએ બનારસ બોલાવી હશે અને એમણે પાંચ કલાક વાતો કરી એ કૉન્ગ્રેસની બેઠક ભરવાને વિષે હશે. જ્યારે પેલા કહે છે કે કૉન્ગ્રેસ ગેરકાયદે છે તો શા માટે એ ન ભરવી અને એનો મોટો મુદ્દો ઊભો કરીને એના ઉપર જેલમાં ન જવું ? એ એ લોકોનો વિચાર હોય તો આશ્ચર્ય નથી.

ભાવિ રાજ્યબંધારણમાં ભાગ લેવા વિષે બાપુ કહે : " એ તો જોઈને કહી શકાય. વિલાયતમાં પણ મેં કહેલું અને અહીંં પણ કહું છું કે જો એમાં કશી સત્તા મળતી જ ન હોય તો તેના કારણે વિરોધ કરજો, અને સત્તા મળી જતી હોય તો ધારાસભાઓને કબજે લેજો. હું ન હોઉં તો એટલું તો કહી જ જાઉં." વલ્લભભાઈ કહે : " અહીં સુધી સાથે લાવ્યા અને એમ કાંઈ એકલા ચાલ્યા જવાશે ? "

* **

રસ્કિનનું Fors Clavigera ( ફૉર્સ ફ્લેવિજેરા) બાપુએ બહુ રસથી વાંચવાનું શરૂ કર્યું અને આજે કહે : " આ પુસ્તક તો અનેક વાર વાંચીએ તો પણ થાકીએ તેમ નથી, એમાંથી નવું નવું સૂઝે એવું છે. " કેળવણીના પાયા વિષે કેટલાક વિચાર બહુ સુંદર લાગવાને લીધે એ વિષે એક નાનકડો લેખ આશ્રમને મોકલ્યો.*[૧] મેં રસ્કિન અને ટૉલ્સ્ટૉય વચ્ચે એક સમાનતા સૂચવી.


  1. * જોન રસ્કિન એક ઉત્તમ પ્રકારના લેખક, અધ્યાપક અને ધર્મજ્ઞ હતા. એનો દેહાંત ૧૮૮૦ની આસપાસ થયો. એના એક પુસ્તકની મારી ઉપર બહુ જ ઊંડી અસર પડી અને તેનાથી જ દોરાઈ ને મેં જિંદગીમાં મહત્ત્વનો ફેરફાર એક ક્ષણમાં કર્યો, એ વાત ઘણાખરા આશ્રમવાસીઓ તો જાણતા જ હોવા જોઈએ. એણે ૧૮૭૫ની સાલમાં કેવળ કામદાર વર્ગને ઉદ્દેશીને એક માસિક પત્ર લખવાનો આરંભ કર્યો હતો. એ પત્રોની સ્તુતિ મે ટૉલ્સ્ટોયના જોઈક લખાણમાં વાંચેલી. પણ આજ લગી એ પત્રો હું મેળવી શક્યો નહોતો. એની પ્રવૃત્તિ વિષેનું અને એના રચનાત્મક કાર્ય વિષેનું એક પુસ્તક મારી સાથે આવેલું એ અહી’ વાંચ્યું. એમાં પણ આ પત્રોનો ઉલ્લેખ હતો. તે ઉપરથી મે વિલાયત રસ્કિનની એક શિષ્યાને લખ્યું. એ જ પેલા પુસ્તકની લેખિકા હતી. એ બિચારી ગરીબ, એટલે આ પુસ્તક ક્યાંથી મોકલી શકે ? મૂર્ખાઈ થી કે ખોટા વિનયથી મેં તેને આશ્રમમાંથી પૈસા મગાવી લેવાનું ન લખ્યું. આ ભલી બાઈ એ પોતાના પ્રમાણમાં સમર્થ એવા મિત્રને મારો કાગળ મોકલી દીધે; એ “સ્પેકટેટર 'ના અધિપતિ. એમને હું વિલાયતમાં મળેલો પણ ખરો. એમણે આ પત્રો પુસ્તકાકારે ચાર વિભાગમાં છપાયેલા છે તે મોકલી આપ્યા. એમાંનો પહેલો ભાગ હું વાંચી રહ્યો છું. એમાંના વિચારો ઉત્તમ છે, અને આપણા ઘણા વિચારોને તે મળતા આવે છે, તે એટલે લગી કે અજાણ્યો માણસ તો એમ
૫૦