પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

" ટૉલ્સ્ટોયે પોતાનું કળાનિષ્ઠ જીવન છોડીને સેવાનિષ્ઠ જીવનની શરૂઆત કરી અને કળાનાં પુસ્તકો લખવાનો કેવળ ત્યાગ કર્યો અને આમ વર્ગની ઉન્નતિ સાધે એવાં ઘરગથુ પુસ્તકો અને વાર્તાઓ લખવા માંડી. રસ્કિનના જીવનનો પ્રથમ ભાગ પણ કળાનિષ્ઠાનો હતો. એ કળાનિષ્ઠાના કાળમાં એણે Modern [૧]


  1. જ માની લે કે મેં જે કઈ લખ્યું છે અને આશ્રમમાં જે કઈ આપણે આચરીએ છીએ એ રસ્કિનનાં આ લખાણોમાંથી ચોરેલું છે. ' ચોરેલું' શબ્દનો અર્થ તો સમજાયો જ હશે. જે વિચાર કે આચાર જેની પાસેથી લીધેલ હોય તેનું નામ છુપાવીને તે પોતાની કૃતિ છે એમ બતાવવામાં આવે એ ચોરેલું ગણાય.
    રસ્કિને ઘણું લખ્યું છે. તેમાંથી આ વખતે તો થોડુંક જ આપવા ઇચ્છું છું, તે કહે છે કે મુદ્દલ અક્ષરજ્ઞાન ન હોય તેના કરતાં કંઈક પણ હોય તે સારું જ છે એમ કહેવાય છે તેમાં ગંભીર ભૂલ છે. રસ્કિનનો સ્પષ્ટ અભિપ્રાચ એ છે કે જે ખરી છે, જે આત્માને ઓળખાવનારી છે તે જ કેળવણી છે અને તે જ લેવી જોઈ એ. અને પછી તે કહે છે કે આ જગતમાં મનુષ્યમાત્રને ત્રણ પદાર્થોની અને ત્રણ ગુણની આવશ્યકતા છે. જે એ કેળવી ન જાણે એ જીવવાનો મંત્ર જ નથી જાણતો અને તેથી આ છ વસ્તુ કેળવણીના પાયારૂપ હોવી જોઈએ. તેથી મનુષ્યમાત્રે બચપણથી,પછી તે બાળક હોય કે બાળા,- સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, અને સ્વચ્છ માટી કોને કહેવાં, તે કેવી રીતે રાખવાં, અને તેને શા ઉપયોગ છે તે જોવું જ જોઈ એ. તેમ જ ત્રણ ગુણોમાં તેણે ગુણજ્ઞતા, આશા અને પ્રેમને ગણાવ્યાં છે. જેનામાં સત્યાદિને સારુ કદર નથી, જે સારી વસ્તુને ઓળખી નથી શકતા, તે પોતાના ગુમાનમાં ભમે છે અને આત્માને પામી શકતા નથી. તેમ જ જેનામાં આશાવાદ નથી, એટલે જે ઈશ્વરી ન્યાયને વિષે શંકિત રહે છે, તેનું હૃદય કોઈ દિવસ પ્રકુલ્લિત નહીં રહી શકે. અને જેનામાં પ્રેમ નથી, એટલે અહિસા નથી, જે જીવમાત્રને પોતાનાં કુટુંબી ગણી નથી શકતા તે જીવવાનો મંત્ર કદી સાધી ન શકે.
    આ વસ્તુની ઉપર રસ્કિને પોતાની ચમત્કારી ભાષામાં બહુ લ બાણથી લખ્યું છે. એ તો વળી કોઈ વખતે હું આપણો સમાજ સમજી શકે એવી રીતે આપી શકું તો ઠીક જ છે. આજે તો આટલેથી જ સંતોષ માની લઉં છું. સાથે એટલું કહી દઉ' કે જે આપણે આપણા ગ્રામ્ય શબ્દોમાં વિચારતા આવ્યા છીએ અને જેને આચારમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ જ બધું લગભગ રસ્કિને પોતાની પ્રોઢ અને ખેડાયેલી ભાષામાં અને અંગ્રેજી પ્રજા સમજી શકે એવી રીતે મુક્યુ છે. અહી" મેં સરખામણી બે જુદી ભાષાની નથી કરી, પણ બે ભાષાશાસ્ત્રીની કરી છે. રસ્કિનના ભાષાશાસ્ત્રના જ્ઞાનની સાથે મારા જેવા મુકાબલો ન કરી શકે. પણ એવો કાળ અવશ્ય આવશે કે જ્યારે ભાષામાત્રનો પ્રેમ વ્યાપક થશે; ત્યારે ભાષાની પાછળ ભેખ લેનારા શાસ્ત્રીએ રસ્કિન જેવા નીકળી પડરો; ત્યારે તેઓ, જેવું પ્રભાવશાળી અંગ્રેજી રસ્કિને લખ્યું, તેવું પ્રભાવશાળી ગુજરાતી લખશે.
    તા. ૨૮-૩-'૩૨
    ચરોડામદિર
     
    
    
૫૧