પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુરાવા મળી આવે છે તે ઉપરથી મને લાગે છે કે તેની સામે કાળાં કન્યા કરનારા તરીકે કેસ સાબિત કરી શકાય. તેણે પોતાના મિત્રને હોમી દીધેલા, રાજકાજમાં ભાગ્યે જ કોઈ ઉદારવૃત્તિ તેણે દર્શાવી હોય, તેણે રાજ્યની નાવનું સુકાન બરાબર સંભાળ્યું નહીં અને નાવને ખરાબે ચઢાવ્યું. એમ છતાં, એના બધા દોષોના સ્વીકાર કરતાં પણ, મારી તો ખાતરી છે કે એ સારો માણસ હતો અને આજના ઉતાવળિયા ફેસલા સામે ઈતિહાસ જરૂર અપીલ નોંધાવશે. કારણ ઈતિહાસ હૃદયની અદાલત પાસે ન્યાય કરાવે છે અને એ અદાલતમાં પુરાવા તરીકે કૃત્યોના જેટલું જ મહત્ત્વ ઈરાદાને પણ આપવામાં આવે. એણે પોતાના રશિયન મિત્રોને હોમી દીધા ખરા, પણ એણે પોતાના યુદ્ધમિત્રોનો કદી ત્યાગ કર્યો નથી. રાજપ્રકરણના ક્ષેત્રમાં તેણે અનેક ગુલાંટો ખાધી અને ખૂબ ગલ્લાંતલ્લાં કર્યા, પણ પોતાના પુરાણા ધર્મને તે દૃઢતાથી વળગી રહ્યો અને ચળ્યો નહીં. એ પ્રેમાળ પિતા હતો, વદ્દાદાર પતિ હતો, રાજનાં રોજબરોજનાં કામકાજનો ઢસરડો ખેંચવામાં અને વૈતરું કરવામાં તેણે થાકને ગણ્યો નથી. ઇતિહાસ તેને એક કમનસીબ રાજવી તરીકે સંભારશે, જેઓ શાંતિના વખતમાં શાન્તિપૂર્વક રાજ ચલાવવાને સર્જાયા હોય છે, અને જેમના શુભ હેતુઓ અદમ્ય બળોના ઉત્પાત આગળ બેકાર બની જાય છે.”

રશિયાની પ્રજા કેવી ધર્મઠ છે તેનાં ચિત્રો હોરે પુષ્કળ આપ્યાં છે : "દેવળમાં રોજની માફક ખૂબ ભીડ હતી. દેવપૂજામાં દીવા બળતા હતા. તે સિવાય બધે અંધારું હતું. પણ પ્રાર્થના શરૂ થઈ એટલે સૌએ પોતપોતાની મીણબત્તીઓ સળગાવી. જૉની અને મારા સિવાય કોઈની પાસે બાઇબલ નહોતી. આટલી ભીડમાં ચારપાંચ કલાક સુધી લોકો શી રીતે ઊભા રહી શકતા હતા તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એક નનામીની આસપાસ ઊભા રહી સૌ પ્રાર્થના કરતા હતા." પછી એ રશિયાના પુરાણા ભાવિક ખ્રિસ્તીઓની વાત કરતાં એક ખેડૂતનું વર્ણન આપે છે: " પાસેની દુકાનમાંથી તેણે એક જ ભજનાવલિ ખરીદી. જાતજાતની ભજનાવલિઓ, સંતોના આશીર્વચન તથા શાપવુચનોથી ભરેલી હતી. ફિરસ્તાઓ તથા ભૂતોનાં વિચિત્ર ચિત્રો પણ પુષ્કળ હતાં. પુસ્તકો ચામડાંની બાંધણીવાળાં અને ઉઠાવદાર હતાં. રંગ તથા છપાઈમાં ઑક્સફર્ડ અને કૅમ્બ્રિજનાં છાપખાનાને જેબ આપે એવાં હતાં. અને કિંમતો પણ ભારે હતી. ઘેટાંની ચામડીના ડગલાવાળો એક ખેડૂત દુકાનમાં દાખલ થયો અને સંતવાણીનાં બે પુસ્તકો ખરીદવા તેણે પચાસ રૂબલ કાઢ્યા તે જોઈ હું તો આભો બની ગયેા. મેં એને જરા વાતે વળગાડ્યો ત્યારે એણે કહ્યું કે, બે સુંદર

૫૫