પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાળાઓ, ક્ષયરોગીઓને માટે આરોગ્યાલયો ઈ૦ ને માટે - આપ્યો. પોતે રાજમહેલ છોડયો. બ્રહ્મચારિણીઓનો એક સેવાશ્રમ સ્થાપ્યું અને તેમાં રહેવા ગઈ. એની સંસ્થા અસાધારણ બની. સામાન્ય રીતે આવા આશ્રમમાં જોડાનારાં પાઠપૂજા, ધ્યાન, જપ, તપ, વ્રત, ઉપવાસ, એવામાં જ મશગૂલ રહે છે. ઈલઝાબેથે પોતાના આશ્રમમાં આ વસ્તુઓના કડક પાલન ઉપર ભાર મૂકયો ખરો, પણ તેની સાથે સમાજસેવાની પ્રવૃત્તિઓ ઉપર પણ એટલો જ ભાર મૂકયો. આશ્રમમાં સેંકડો બહેનો જોડાઈ તેમાંથી વીસેક બહેનેાએ તો આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લીધી. બીજી આશ્રમવાસ પર્યંતની દીક્ષાવાળી બની. આ આશ્રમવાસિનીઓમાં રાજકુંવરીઓ હતી, કેળવાયેલાં કુટુંબની સ્ત્રીઓ હતી અને ખેડૂતવર્ગમાંથી પણ હતી. એક જુવાન ખેડુત સ્ત્રી તો જપાની યુદ્ધમાં સિપાહીના વેશમાં લડી હતી અને તેને ચાંદ મળ્યો હતો. આ સેવાશ્રમનું કામ ખૂબ ચાલ્યું. એમનું કામ એવું તો બોલી રહ્યું કે અનેક ઠેકાણેથી નર્સોને માટે આ આશ્રમમાંથી માગણી થતી. એમની ઈસ્પિતાલમાં કઠણમાં કઠણ કેસો આવતા. ઈલિઝાબેથ શ્રેષ્ઠ નર્સ ગણાતી. એનો અનાથાશ્રમ વિભાગ આખા યુરોપમાં ઉત્કૃષ્ટ ગણાતો. એના નિભાવ માટે દાનની રેલ ચાલતી..

જ્યારે એ વાત જાહેર થઈ કે ક્ષયના અસાધ્ય ગણાતા છેક ગરીબ વર્ગના દરદીઓ માટે ઈલિઝાબેથે આશ્રમ સ્થાપ્યો છે અને મરવા પડેલા દરદીઓની તે રોજ મુલાકાત લે છે, ત્યારે તેના એ કામથી મોસ્કોના સમાજનો આત્મા પણ જાગ્રત થયો. એના છેક નજીકના મિત્રોએ મને કહેલું કે એનું સુંદર ચારિત્ર્ય, એના અહર્નિશ ચાલતા જપતપ અને ધ્યાનધારણા વગેરેથી વધુ તેજસ્વી બન્યું હતું. દિવસના અનેક વ્યવસાયોથી પરવારીને રાતનો મોટા ભાગ તે ધ્યાન અને ભજનમાં નિર્ગમન કરતી. ઘડી બે ઘડી નિદ્રા લેતી તે ગાદી વિનાનાં પાટિયાં ઉપર. આહારમાં માંસાદિ તો કેટલાય કાળ થયાં તેણે છોડ્યાં હતાં. તેના જીવનમાં તેણે ભક્તિયેાગ અને કર્મયોગનો સુમેળ સાધ્યો હતો.

લડાઈ દરમ્યાન એણે આ સંસ્થાની પ્રવૃત્તિ પ્રસંગોચિત સેવા તરફ વાળી. ઘાયલો માટે મળતાં દાનમાંથી પૈસા ખવાઈ જાય છે એમ જાણવામાં આવતાં દરેક દાતાને રસીદ મોકલવાની રીત એણે આગ્રહપૂર્વક પાડી. એ તો જપાની લડાઈ વખતના એના અનુભવનો ઉપયેાગ એણે ૧૯૧૪માં પૂરેપૂરા કર્યો. પણ એની જિંદગીની આકરામાં આકરી કસોટી હજી હવે થવાની હતી. આપણે જોઈ ગયા છીએ કે એ જર્મન રજવાડાની કુંવરી હતી. એટલે ૧૯૧૫માં જર્મનવિરોધી મવાલીઓનું ધ્યાન એની સંસ્થા

૬૨