પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંગળીના દર્દ ની વાત જ ન કરી. મારો પગ જોયો પણ એની પાસે કશી સૂચના નહોતી. વેઠ ઉતારવા આવ્યા હોય તેમ લાગ્યું. ભાગ્યે જ કોઈ સિવિલ સર્જન બાપુની સાથે વાત કરવાની લાલચ છોડીને આમ ચાલ્યો જતો હશે. આ માણસનો કેટલો મોટો સંયમ !

જોન ઍન્ડર્સન બધાનાં સર્ટિફિકેટ લઈને આવ્યા છે. લાસ્કીના એને વિષેના ઉદ્ગારો બાપુને બતાવ્યા. બાપુ કહે : “ સાચું હશે. જો એ માણસ એવો હોય તો બંગાળને વશ કરી લેશે. સુભાષ, સેનગુપ્તા વગેરેને સમજાવશે. અને કોંગ્રેસની અવગણના કરશે. પંજાબમાં પણ એવું થશે એમ મને તો લાગે છે. આખા હિંદુસ્તાનને વિષે એકી સાથે શાંતિ સ્થપાય એવું મને નથી દેખાતું. એક એક પ્રાંત જ એ લેાકો શાંત કરતા જશે એવી મારી કલ્પના છે.”

¤ ¤ ¤

ઓટલા ઉપર સૂવાને બદલે બાપુએ મને બહાર સુવાની આજથી ફરજ પાડી અને મારે માટે મેજર પાસેથી ખાટલો માગ્યો.

મેજર આજે બહેનોના સંબંધમાં કહે : “ ત્રીસચાલીસ બહેનો આપને લખવા માગે એનું હવે શું થાય ? પોતાનું નામ લખી મોકલે તો ન ચાલે ? ” બાપુ કહે :"કહેતા હોય તો હું એમને કહું કે બેચાર લીટીથી સંતોષ માનજો, લાંબું ન લખજો, તો ? એ લોકોને બેચાર લીટી લખીને જે સંતોષ વળે તે શા સારુ અટકાવે છે ? એ તો બાપડી સૌ ગરીબડીઓ છે.”

३१-३-'३२

આજે ‘ લીડર 'નો ‘ લંડન લેટર' સરસ હતો. સામાન્ય રીતે પોલાક મોળું મોળું લખે છે, પણ આ વખતે હિંદુસ્તાનની ઘટના ઉપર એણે ઠીક ઊકળીને લખ્યું છે. બાને ‘સી’ ક્લાસ મળ્યો, પછી ‘એ’ મળ્યો અને કરાંચીની એક ૮૦ વરસની બાઈ ને પકડી, એની ઉપર એણે સારું લખ્યું છે. 'બા'તો ગાંધીની પત્ની હતાં એટલે એને ‘સી’ બદલીને ‘ એ’માં મૂકયાં, નહીં તો ૬૦ વરસની બીજી કોઈ એારત તો ‘સી’માં જ રહેત ને? એ એની દલીલ સરસ છે. પણ સૌથી સરસ તો એ છે કે સેમ્યુઅલ હોરને માટે એ લખે છે કે હિંદુસ્તાનમાં આ ચાલી રહ્યું છે ત્યારે સેમ્યુઅલ ‘સ્કેટ' કરે છે ! સંઘ અને ભસતાં કૂતરાંનું એનું રૂપક એના પર જ સામું ન ઊછળે પણ અહીંના સંઘ છેક એટલે ન ચાલ્યા જાય કે પછી કશું સુધારવાપણું ન રહે અને કૂતરાં ભસતાં રહી જાય એ જોજો – એમ કહીને એણે હોરને 'સાવધાન' કહ્યું છે.

બાપુ કહે : “ બસ આ તો ફિરોજશાહ મહેતાના જેવું થયું. એને દક્ષિણ આફ્રિકાની લડતને માટે કશી પડી નહોતી, પણ જ્યારે બાને

૬૬