પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેશે એ વિષે મને શંકા નથી લાગતી. નિર્ભયતાની તાલીમ લીધેલી બહેનાનાં સંતાનોનો એ દેશની એક કીમતી તરુણ સેના થઈ પડશે.

આજે સીરિયાથી એક સુંદર ઊનની શેતરંજી આવી. એમાં ઘેરા લાલ, કેસરિયા, અને રાખેાડી ભૂરા રંગના પટ્ટા છે. અને સુંદર કાળી ઊનની ભાત છે. એ મોકલતાં લખેલો કાગળ આખો ઉતારવા જેવો છે :

British consulate,

Aleppo Syria,

Sunday Jan. 17, After Eng. service.
 


Dear Mr. Gandhi,

The day has come, when being in prison. I feel that you will be free to accept one of our Armenian National Coloured "Killims", spun and woven by the refugees. I am come to live and work amongst them in view of my country's debt towards these war victims who have passed through such horrors of death, and aslo because I find that they are the "child" - "nation ' set in the midst of those at strife. The colours are red - sacrifice; sky-blue - hope; gold - the light.

Yours with deepest gratitude for the message you are bringing to our world,

Moto Edith Roberto
 


બ્રિટિશ એલચી ખાતું,

એલેપે સીરિયા,

તા. ૧૭, જાન્યુઆરી, વાર રવિ
 


પ્રિય ગાંધીજી,

આપ અત્યારે જેલમાં છો ત્યાં માનું છું કે અહીંના નિરાધાર આશ્રિતોએ જાતે કાંતી વણીને તૈયાર કરેલી આર્મીનિયાના રાષ્ટ્રીય રંગવાળી એક શેતરંજીનો સ્વીકાર કરવાની આપને છૂટ હશે. યુદ્ધનો ભંગ થઈ પડેલા અને મૃત્યુની યાતનાઓમાંથી પસાર થયેલા પ્રત્યે મારા દેશનું ઋણ ફેડવા માટે હું અહીં આવી છું. અને આ આશ્રિતાની વચ્ચે રહું છું. આ પ્રજા હજી બાલ્યાવસ્થામાં છે અને એકબીજા સાથે લડતાં મોટાં રાષ્ટ્રની ભીંસમાં આવી ગયેલી છે તે પણ તેમને મદદ કરવાનું એક કારણ છે. રંગોગે આ પ્રમાણે છે : લાલ — ત્યાગના પ્રતીક તરીકે, વાદળી- આશાના પ્રતીક તરીકે અને સોનેરી –– પ્રકાશના પ્રતીક તરીકે.

૭૭