પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક ઓવરસિયર પૂછે છે કે તમે પરમધામે પહોંચ્યા છો અને ઈશ્વરનાં દર્શન કર્યાં છે? તેને પણ બાપુએ જવાબ આપ્યો :

"I have your letter. I am unable to say that I have reached my destination. I fear. I have much distance to cover..."

“ તમારે કાગળ મળ્યો. હું મારે નિશાને પહોંચી ગયો છું, એમ કહી શકું નહીં. હજી મારે ઘણું અંતર કાપવાનું બાકી છે. . . .”

‘ઉષા' માસિકમાં . . . વૈદ્યનો ચેખા ઉપર એક લેખ હતો. વલભભાઈ ધ્યાનપૂર્વક વાંચી ગયા. અને બાપુને કહેવા લાગ્યા કે “ જુઓ તમે અમારી ચોખા ખાવા વિષે ટીકા કરી છે પણ ચોખામાં તો આટલાં તત્ત્વો છે. આટલા બધા ગુણો છે !" બાપુ હસ્યા અને કહે : " હા, ભાઈ હા, " પછી મેં એક પછી એક એના ગુણો વાંચવા માંડ્યા. બાપુ દરેકની સામે રદિયો આપતા જાય. " ચોખાનું પ્રોટીન બીજા કોઈ પણ પ્રોટીન કરતાં ઉત્કૃષ્ટ છે. " બાપુ કહે : " પણ એમાં છે જ કેટલું પ્રોટીન ? અતિશય ઓછું. એટલે ઉત્કૃષ્ટ થયું." Herald of Health ' આરોગ્યનો છડીદાર' માંથી વૈદે એ મુદો ટાંક્યો છે, તેથી તો બાપુને હસવું આવ્યું : " બેઠી બાંધીનો ભાતખાઉ જપાની પેસિફિક મહાસાગરમાં નાવ હકારતો હોય, પનામાની સામુદ્રધુની આગળ નહેર ખોદતો હોય, મંચુરિયાના બરફમાં રશિયા સાથે લડતો હોય, અથવા પોતાની જમીનમાં હળ ફેરવતો હોય તે બટાટા અને માંસખાઉ અંગ્રેજ કે અમેરિકન કરતાં કોઈ રીતે ઊતરે એવો નથી." બાપુ કહે : "વૈદ્ય આવાં ધતિંગ ચલાવે તે કેમ પોસાય ? આ કેટલું ખોટું છે? ક્યા જપાનીસ એકલા ચોખા ઉપર રહે છે ? ચોખા તો એનો ગૌણ ખોરાક છે. માછલી અને માંસ સારી રીતે ખાય છે. જેમ આપણામાં બંગાળીઓ અને મલબારીઓ અને ત્રાવણકારીઓ ચોખા અને માછલી ખાય છે તેમ. એ લોકોને ચોખા ઉપર જીવનારા થોડા જ કહી શકાય ? ચોખા ઉપર જીવનારા બિહારીઓ છે ખરા. તે બધા કેવા નમાલા અને રોગી છે ? ચોખા ઉપર શરીર બાંધી જ ન શકાય.

આર્મીનિયન કાગળમાં વાદળી રંગ એ આશાનું ચિહ્ન છે એમ લખેલું છે. શેતરંજીમાં રાખોડી રંગ છે. બાપુ કહે : “ આ આકાશને રંગ કેમ કહેવાયો હશે?” સાંજે ફરતાં બાપુ કહે : "પેલો જે ધૂળેટી રંગનો આકાશનો કકડો દેખાય છે તેવો એ રંગ છે. તે રંગ કદાચ સીરિયાના આકાશનો રંગ હોય. ડીન ફેરારનું ઈશુનું જીવનચરિત્ર વાંચેલું તેમાં યાદ છે કે તેઝેરેથ આગળના પહાડોને લીધે ત્યાંનું આકાશ આવા જ રંગનું વર્ણવાયું છે !”

૭૯