પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રેરાય. મુનશીને પણ શંકા હતી, એણે મને પૂછ્યું હતું : 'ईश्वरप्रणिधानात वा ' એમાં ઈશ્વર એટલે શું ? મેં એને લખ્યું : ઈશ્વર એટલે સત્ય. એ સૂત્રની ઉપર ટીકા લખનારાઓએ કેટલાકે કહ્યું છે કે આ શબ્દો સૂત્રમાં નિરર્થક છે, અને એ કેવળ પ્રચલિત માન્યતાને આઘાત ન પહોંચાડવા ખાતર જ પતંજલિએ લખ્યા. હું એ માનતો જ નથી. પતંજલિ જેવો સમર્થ સૂત્રકાર એક પણ શબ્દ વ્યર્થ રીતે વાપરે જ નહીં. એણે ઈશ્વરનો અર્થ હું કરું છું, એ કર્યો છે કે નહીં એ નથી કહી શકતો. પણ હું કરું છું તે અર્થ લેતાં તો એ શબ્દો આવશ્યક છે.”

મીરાબહેનના કાગળ આવ્યો, ૨૪ પાનાંનો. એની લીટીએ લીટીએ. નિર્મળ ભક્તિ નીતરે છે. બાપુની પાસે રહીને સેવા કર્યા વિના એને સુખ ન વળે અને બાપુ કહે એ મોહ તારે છોડવો જોઈએ. એ મોહ ન છોડે તો હું નહીં હોઈશ તે દિવસે તું પાંગળી થઈ પડશે. આ ઝઘડો એ આવ્યાં છે ત્યારથી બાપુ અને તેની વચ્ચે ચાલી રહ્યો છે. આજે પોતાના કાગળમાં એણે પોતાનું દિલ પાછું ઠાલવ્યું છે. એની પારદર્શકતા ચમત્કારી છે :

"Bapu, I am never without that thought in my mind, as to how best to serve you. I think and pray and reason with myself and it always ends the same way in my heart of hearts. When you are taken from us, as in jail, an instinct impels me to work with all my strength at outward service of your cause. I feel no doubt and no difficulty. When you are with us, an equally strong instinct impels me to retire into silent personal service - trying to do anything else, I feel lost and futile. The capacity for the former depends on the fulfilment of the latter. The one is the counterpart of the other and something continually tells me that it was for fulfilment in that way that I was led to you. The instinct is so strong that I cannot get round it or through it or over it. It is difficult to ask you to have faith in it as the full proof of its correctness can only come after your death. But there it is, Bapu, and I can only leave it at that. This much I know full well that during this struggle my strength, capacity and inner peace and happiness are much greater than last time, because I had been able to serve according to my instinct (except for one short spell of anguish since your previous release). The fact that I was on the point of a breakdown when I came here, had nothing

૮૩