પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભગીઓની સાથે રહીને સફાઈકામ હું તે વચન આપી ચૂકયો કે તારો ભાર હું ઉઠાવીશ. એટલે મયે જ ટકા છે. દેવને જ હું તો કહું કે એક નિર્દોષ બકરાને છોડાવ્યો છે, હવે એની કિંમતે આ બીજો બકરો લઈ લે.” સાંજે એવા ખબર આવ્યા કે કેલપન બાપુના તારના પરિણામે આવતી કાલે ઉપવાસ છેડશે. બાપુ કહે : “ એની હઠનો કંઈ પાર છે ? હજી એને કાલ સુધી રાહ જોવી છે. એક વાર ભૂલ લાગી કે તરત એ સુધારવી જોઈએ.” મે કહ્યું : “ મારા મનમાં આખો દિવસ એ વિચાર આવ્યો કે ભલે કેલપનને ઉપવાસ છૂટે, અને આપના કહ્યાથી, પણ એ જ સાથે મંદિર પણ ખૂલે. બાપુ કહે: ‘“ મને એવો વિચાર નથી આવ્યો. મને તો એમ જ થયું છે કે એના ઉપવાસ બંધ થાય તો સારું. મંદિર ન ખૂલે એની મને પરવા નથી, મદિર ન ખૂલે તો સારું એમ કહું. કારણ કેલપનની બહાદુરી તો અદ્દભુત કહેવાય, છતાં એ ઉપવાસ દૂષિત છે એને વિષે શંકા નથી. એ ઉપવાસ છોડવામાં એની વધારે બહાદુરી ગણાશે. એની ટીકા તો નહીં જ થાય પણ એની નમ્રતા અને નિયમપાલનની સ્તુતિ થશે. અને ત્રણ માસ પછી તો છે જ. મને શંકા જ નથી કે એ ઉપવાસ દુધિત છે. અને એમ ઉતાવળે એ મંદિર ખૂલે એ પણ બરાબર નથી.” જબલપુરવાળા એક વકીલે તાર કર્યો કે સહભોજન કરવું કે નહીં ? કેંગ્રેસી વિરુદ્ધ છે. બાપુએ તુરત લખ્યું: “મારાથી અભિપ્રાય ન અપાય.” અલીગઢથી એક ડૉ. મોહનલાલે તાર કર્યો હતો: ‘સવણ હિંદુઓએ સફાઈકામ પ્રચાર માટે શરૂ કર્યું છે. સંમતિ આપે.” બાપુએ જવાબ આપેલો: "Such cleaning by caste Hindus side by side with real sweepers likely to be good if absolutely sincere, and true spirit understood by sweeper brothers." or “ સવર્ણો આવી રીતે ભંગીઓની સાથે રહીને સફાઈકામ કરે એનાં સારાં પરિણામ આવે, જે તદ્દન સચ્ચાઈથી કરવામાં આવે અને ભંગીભાઈ એ આના સાચા ભાવ સમજે તો.” આજે બિરલા ને મથુરાદાસ વિસનજી આવી ગયા. મુખ્ય કામ અસ્પૃશ્યતાકાય વિષે સૂચના લેવાનું હતું. “ અમે તો પૈસા આપી જાણીએ બીજું ન જાણીએ. એટલે સૂચના આપો.”