પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વાટાઘાટો એ લાકે શરૂ કરે બાપુએ કહ્યું : “ મંદિરા વગેરે ઊઘડે ન ઊઘડે પણ એ લોકોના કલ્યાણનાં કામ થવાં જોઈ એ. એમની વચ્ચે રહીને એમનું શિક્ષણ, સ્વચ્છતા વગેરે કરનાર નિષ્ઠાવાળા શિક્ષકે જોઈ એ.” બિરલાએ પૂછયું : “ સ્વચ્છતાને કારણે જુદા બેસાડાય કે ? ” બાપુ કહે : “ ના; એમાં અધર્મ છે, જોખમ લઈને પણ સાથે જ બેસાડવા જોઈએ. એમાં સૈકાઓના પાપનું પ્રાયશ્ચિત્ત રહેલું છે.” એમણે પોતાને હારની સાથે થયેલી વાતો કરી, બંગાળના ગવર્નરની સાથે થયેલી વાતો પણ કરી. બાપુના ભાવિ સુલેહને માટે મત માગ્યા. બાપુએ કહ્યું કે “ ઓછામાં ઓછી માગણી પૂર્વવત સ્થિતિ, જમીન પાછી મળે” વગેરે. છતાં આ વિષે કયાંય લખવાની સાફ ના પાડી. બાપુએ કહ્યું : “ વાટાઘાટો કરવી હોય તો એ લોકો ભલે શરૂ કરે, આપણાથી ન જ થાય.” રામદાસને બ્રહ્મચર્યાના નિશ્ચયની ઇછા વિષે લખતાં : ‘‘તું જે નિશ્ચય કરવા ધારે છે એ સરસ છે એમાં શંકા નથી. તારા ૨- ૦–' રૂ ૨ પોતાને સ્વતંત્ર નિશ્ચય થાય તો તેની ચર્ચા હમણાં નીમુની સાથે કરવાપણું ન હોય. તારી શાંતિના પ્રભાવ તેની ઉપર પડવ્યાં જ કરશે. એ બ્રહ્મચર્યની ખૂબી છે. જ્યારે બંને સરખાં નબળાં હોય છે પણ બંને સંયમ પાળવાની ઈચ્છાવાળાં હોય છે ત્યારે એકબીજાની સાથે ચર્ચા કરવી ઘટે ને પછી એકના નિશ્ચય બીજાને કે બીજીને મદદ કરે છે. જયારે એક દૃઢ છે ત્યારે તે ચર્ચા નહીં કરે, પણ પોતાની નિર્વિકારતા તેની મેળે કામ કર્યા કરશે. આ તો મે મારા અનુભવ તને આપ્યા છે. છેવટે તો તને ઠીક લાગે તેમ જ કરજે. આમાં બીજાનું ડહાપણ કામ ન આવે. મારા તો તને આવા શુભસંક૯૫માં આશીર્વાદ હોય જ. છેલ્લે નિશ્ચય જેલ બહાર જ કરાય. જેલમાં થયેલા ધણાના નિશ્ચયી બહાર જતાં તૂટ્યા છે. એક વાતાવરણ જુદાં છે. નાખી દુનિયા છે.” e માતેએ કાગળ લખે કે “ તમારે ઉપવાસથી બળાત્કાર કરવાને બદલે શાંત મતપરિવર્તન કરવું જોઈએ. એ મતપરિવર્તન માટે તમારે ઓછામાં ઓછો એક વરસનો પ્રયત્ન કરી જોઈ એ, અને તે જેલમાં બેસીને નહીં પણ બહાર નીકળીને. કેવળ અસ્પૃશ્યતાનું જ કામ કરવું છે એમ જાહેર કરીને તમારે છૂટવું જોઈએ.”