પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવાસમાં અત્યજ છોકરાને લીધે ૧૦૧ છોડે છે એ પણ પ્રેમના મહિમાનું અને આજ્ઞાપાલનનું સરસ દર્શન કરાવે છે. e શાસ્ત્રીનું એક સુંદર ભાષણ આજે વાંચ્યું. એમાં એમણે દક્ષિણનાં મંદિર ખોલવાની બાપુની માગણીને ઉદ્દેશીને બાપુની અંત્યજસેવાનું હૃદયવેધક વર્ણન આપ્યું છે. ટ્રાંકિવબારના એક તામિલને ઘેર બાપુએ કેમ યાત્રા કરી, દક્ષિણ આફ્રિકામાં ગાળી ખાધેલા એ વીરની વિધવા કેમ -બાપુની પાસે આવતાં ડરતી હતી, એનું પણ વર્ણન હતું. બાપુએ એનું વધારે વર્ણન આપતાં કહ્યું : “ એ નાઈકરને બાપ. નાઈકરની માગણી કરવા હું ગયેલા. એ છોકરાને મેં નવરાવીધવરાવી, સાફસૂફ કરીને પ્રથમ સભામાં લીધેલ અને કહેલું કે આ કહેવાતા અંત્યજ છોકરો મારી સાથે છે, હવે તમારે સભાનો ત્યાગ કરવો હોય તો કરી. એ છોકરાને લઈને જ પછી મેં પ્રવાસ કરેલ. નટેશનના પ્રાચીન વિચારનાં માતુશ્રીને પ્રથમ મે નટેશન મારફતે પુછાવ્યું કે તમારે ત્યાં ઊતરવામાં વાંધા હાય તે નહીં ઊતરું. એની માતાએ કહ્યું, ‘ગાંધીની સાથે અંત્યજ કે ગમે તે હોય તે મારે ત્યાં ભલે આવે. એને ઘરમાં જમાડતાં મને અડચણ નહીં આવે.' ઉપવાસ દરમ્યાન વલ્લભભાઈનો વિનાદ સુકાઈ ગયેલ હતો તે હવે પાછળ પુરબહારમાં ખીલ્યો છે. પોતાના કબાટમાંથી અનેક ટુવાલે “ સ્પંજ બાથ” આપવાને માટે કાઢેલા તેની વાત નીકળતાં બાપુ કહે : હું બધાનો હિસાબ માગીશ.” - વલ્લભભાઈ : “ એ હિસાબ શેનો અપાય ? અમે તે તમને ખાઈને બેઠેલા હતા. અમને થોડી જ ખબર હતી કે પાછા હિસાબ માગવાને માટે આવવાના છો ? ” બાને કહે: “જુઓને બા, આમના જુલમ. માલવીયજીની પાસે ખાદી પહેરાવી, અસ્પૃસ્યને અડકાડયા, જેલમાં લાવ્યા, વિલાયત લઈ ગયા, અને હવે અસ્પૃશ્યની સાથે રેટીએટીવ્યવહાર પણ કરાવશે.” જેલના ઘેટાનો રણકાર ઘણી વાર સંભળાય તે તરફ મેં બાપુનું ધ્યાન ખેંચ્યું. વલ્લભભાઈ કહે : “ ઉપવાસનો રણકાર એટલે સંભળાય તો કેવું સારું !” - બાપુનાં મોટીબહેને જન્મદિવસના તાર કરેલા :

  • અંત:કરણપૂર્વક પ્રાર્થના કરું છું કે તમારું શરીર કુલના જેવું ખીલે. ઈશ્વર તમારું કલ્યાણ કરો. જવાબની રાહ જોઉં છું.”