પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૨ જીવને કે મરણે નહી' ન્યૂનાધિકતા એને બાપુએ તારથી જવાબ આપ્યો: "Blooming like flower by God's grace but have you put yourself right about untouchability ?" - “ ઈશ્વરની કૃપાથી ફૂલની જેમ ખીલી રહ્યો છું પણ અસપૃશ્યતાની બાબતમાં તમારું મન તમે સુધારી લીધુ ? ” - એ કાગળ પોતાના મોટાભાઈ ખુશાલભાઈ મારફત મોકલ્યા, એટલા જ હેતુથી કે એઓ પણ એ તાર જોઈ ને જાણે કે આને આશીર્વાદ આપવામાં કેવી જવાબદારી રહેલી છે. આશ્રમની ટપાલને માટે પચાસ કાગળા મૌનવારને રૂ-૦–રૂ ૨ દિવસે લખી કાઢયા.. પૂંજાભાઈને : “ મેં તમારી સાથે દોડવાનું કર્યું તો ખરું, પણ હમણાં તો હાર્યો ગણાઉં. ફિકર નહી. “ જીવને કે મરશે નહીં ચૂનાધિકતા.' મારે સારુ નવા જન્મ છે. ઈશ્વરને જે કરવું હોય તે કરે. પ્રભુએ લાજ રાખી છે. કસોટી બહુ હળવી કરી. હું તો ક્ષણે ક્ષણે ઈશ્વરની કૃપા અનુભવી રહ્યો છું.” - એસ. કે. જ્યોજ ને : “Yes, Rama-raj is possible even with this mixture, it the workers are true. This does not exclude me. If I am true there must be true co-workers; if false, co-workers also false." ne “ હા, આ ઔષધથી પણ રામરાજ્ય શક્ય છે, જે કાર્યકર્તાઓ સાચા હોય છે. કાર્યકર્તામાંથી મને બાતલ ગણવાને નથી. હું જો સાચા હાઉ', તે સાથીઓ સાચા હોય જ, હું ખોટો હોઉં તો સાથીઓ પણ બેટા હોય.” “વડીલેની હાંસી અને તિરસ્કાર આપણે મનમાં પણ કેમ કેળવીએ ? અને એ તિરસ્કારમાં રહેલી આપણા દોષો પ્રત્યેની ઉદાસીનતા કેવી હાનિકારક છે ?” e « લાંબા જવાબ આપું એટલી શક્તિ મેળવી નથી લીધી. વળી લખુ પણ શું ? મને ફરી લખવું. મારા નવા જન્મે છે ના ? પૂર્વજન્મમાં સાંભળેલાનો ઉત્તર આ જન્મમાં આપવાપણું હોય ? હાય તો ખરું, પણ નવીન રૂપે. એટલે પૂછવા જેવું હવે લાગે તે પૂછવું.

  • ઉપવાસમાં પણ તને ભૂલ્યા ન હતા. તારે વિષે રંગૂન લખી રહ્યો હતો. મને કંઈ થાય તોયે તું નિર્ભય રહી શકે એમ પણ કર્યું હતું. પણ હજી મારે આ શરીરે સેવા કરવાપણું છે એમ જણાય છે.”