પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૪ કેલસ્પનની સાથે ઉપવાસ શું કામ ? ભાવનગરના એક યુવકે એક દુકાનદાર સામે અનશન શરૂ કર્યું છે. કારણ કે એણે અંત્યજોને દુકાન ઉપર આવવા દેવાનું વચન આપ્યું, પછી સનાતનીઓમાં ભળી તેમના મેનિફેસ્ટામાં સહી આપી. એણે અનશન આદર્યા પછી બાપુને કાગળ લખ્યા. બાપુએ એને લખ્યું :

  • એ દુકાનદાર સાથે તમારા સંબંધ જાણ્યા વિના હું અભિપ્રાય ન આપી શકું. ત્યાં નાનાભાઈ છે તેને પૂછવું ઘટે. વળી પગલું ભર્યા પછી તમે સલાહ માગો છો એ પણ બરાબર નથી. અનશન કરવાથી માણસો પોતાના સ્વભાવ તુરત બદલે એ સંભવતું નથી.”

કેલપનને વિષે ઝામારિનને તાર મોકલ્યા તેની નકલ એ. પી. આઈ. ને મોકલવાની હતી. મેજરે એ તાર અને રંગસ્વામીનો તાર તથા એ. પી. આઈ. ને મોકલવાની નકલ બધું સરકારમાં મોકલ્યું. બાપુને આથી ઠીક આઘાત પહોંચ્યા અને સાંજે કહેતા હતા કે આ અસ્પૃશ્યની બાબતમાં લડી લેવું પડશે. e કેલપનને વિષેના કામરિનને મોકલેલા તાર વિષે વાત કરતાં મેં પૂછયું : “ આ બાબતમાં તમે તમારી સ્થિતિમાં આગળ વધ્યા છે. તમે તે કહેલું કે કેલપન જે ઉપવાસ ન કરી શકે તો આપને કરવા પડશે. આજે કહો છે કે તમે એની સાથે કરશે.” - બાપુ કહે : “ જરાય ફેરફાર નથી કર્યો. મારી વૃત્તિ તમે નથી જાણતા કે જેની હું સલાહ આપું તે હું પોતે કરવાને તૈયાર હોવા જોઈએ. કેલપુન પાતે સફળ ન થાય તો એવો સંભવ છે કે હું તેની સાથે જોડાઈ જાઉં, એ એક સંભવ મારે જણાવવો રહ્યો. તે વખતે હું જોડાઉં' તો નોટિસ આપ્યા વિના જોડાયા કહેવાઉં. મે કહ્યું : “ ત્યારે રાજાજી કહે છે તે સાચું કે જે લોકો પોતે અનશન કરે તેવા ન હોય તે તમારા અનશનને વખાણે એના કાંઈ અર્થ નથી.” બાપુ : ૮૮ ના, એ બરાબર નથી. એવા લોકો અનશનની સલાહ ન આપે કે સૂચના ન કરે. પણ સ્તુતિ કરનારને વિષે જોશે કે જેઓ પોતે ન કરી શકતા હોય તે બીજામાં જુએ એટલે તેની સ્તુતિ કરે. કવિને મારા અનશનની આટલી અસર કેમ થઈ ? કારણ એ જાણે છે કે પોતાનાથી એ ન થાય. આ સામાન્ય નિયમ જ છે એમ કહી શકાય.'