પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાળમંદિરનાં બાળકેને ૧૦૫ આજે સવારમાં મને બાવીસ કાગળો લખીને આપ્યા. એમાં ઘણાં પત્તાં હતાં એ વાત સાચી. પણ બાવીસ કાગળાના નિકાલ કર્યો ૪–૦—'રૂ ૨ એ તો ખરું જ ના? એમાં કેટલાક કાગળા જન્મ દિવસના ધન્યવાદ આપનારાં બાળકો ઉપર હતા. એક અમેરિકન સ્ત્રીના કરુણુ કાગળ હતો તેમાં એણે લખેલું કે મારા દીકરા ક્ષયથી પીડાય છે. એની સારવારનાં એાછાં જ સાધન છે. એ મેટા માણસેના હસ્તાક્ષર ભેગા કરે છે, અને એમાંથી જે પૈસા મળે તે ઈલાજ લેવામાં કામ આવે છે. બાપુએ એને લીટી મોકલી : "May you recover soon." તમે જલદી સાજા થઈ જાઓ.” એક માણસે દક્ષિણમાં સ્વમાનસંરક્ષણ પ્રવૃત્તિમાં ખૂબ ભાગ લીધેલ. હિંદુ ધર્મને ગાળો આપેલી અને બાપુને પણ ગાળા આપેલી. એને કાગળ આવ્યા કે “ મને હવે તમારા ઉપવાસ પછી તમારી સચ્ચાઈનું ભાન થાય છે અને પશ્ચાત્તાપ થાય છે. અને પ્રાયશ્ચિત્ત તરીકે ૪૦ દિવસ મૌન અને એક ટાણાં કરીશ.” એને બાપુએ લખ્યું : "I thank you for your letter. Misunderstanding about the life and motive of a public man will always arise. Your confession does you credit. | ( તમારા કાગળ માટે આભાર. લેકસેવકનાં જીવન અને ઇરાદાએ વિષે હમેશાં ગેરસમજો ઊભી થવાની. તમારા એકરાર તમને શોભાવે છે.” e એક ઈસપ નામના રોમન કેથલિક હિંદીએ અનશન એ આત્મહત્યા છે એમ કહીને કાગળ લખેલો. એને લખ્યું : "I thank you for your touching appeal. The matter is over for the time being. But I suggest to you that such matters are too deep for argument. They must be left to God and His creature." | “ લાગણીભરી અપીલ માટે આભાર. હાલ તુરત તો એ વાત પતી ગયેલી છે. પણ તમને મારી સૂચના એ છે કે આવી વસ્તુઓ દલીલથી પર હોય છે, એ ઈશ્વર અને તેના બંદા ઉપર છોડી દેવી જોઈએ.” એક બાળમંદિરનાં બાળકોએ પોતાના નામની પાછળ “ ભાઈ' અને * બહેન’ લગાડેલાં. તેમને લખ્યું : | “ તમે બધાં ટચૂકડા ભાઈ એ અને બહેનો બનશે તો મારા જેવાનું શું થશે ? ઉપેન્દ્રને ઉપેન્દ્રભાઈ અને ભદ્રિકાને ભદ્રિકાબહેન કોણે બનાવ્યાં ? હું ત્યાં આવું તે કાઈ ને ભાઈ કે બહેન કહેવાનો નથી. એ શરત ગમે કે? બીજી શરત તો મેં સંઘરી રાખી છે.” te and motiveu credit.. 21:2743