પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૮ ઉપવાસમાં ઈશ્વર વધુ સમીપ ** મારું કહેવું કે યુરોપમાં લેકે કાંઈ ને કાંઈ તડજોડ કર્યા વગર જીવન ગાળી શકતા નથી એ વસ્તુ સત્યવાન જેવા માણસને અનુલક્ષીને મે નથી કહી. પણ તમે અને હું તેને ન્યાય ન તોળીએ. છેવટે તો સમર્થમાં સમર્થ માણસને પણ અમુક દરજજે તડજોડ કરવી પડે છે. કોઈ પણ માણસ બીજને માટે નિયમ ન બનાવી શકે.” સંત ફ્રાન્સિસના એક ઇટાલિયન મઠની બહેનને : "Your loving letter of the 2nd September has duly reached me. I had also that beautiful cable during my holy fast. Tokens such as yours were food for me sent by God." 6 બીજી સપ્ટેમ્બરનો તમારા પ્રેમાળ કાગળ મને મળ્યો છે. તમારા સુંદર તાર પણ મારા પવિત્ર ઉપવાસ દરમિયાન મને મળ્યા હતા. તમારા જેવાના પ્રેમ મારે માટે ઈશ્વરે મોકલેલા ખોરાક સમાન થઈ પડ્યો હતો.” "The days of agony were also the days of inner joy. It was a little penance for the great sin of untouchability committed by millions against their fellow beings." 6 યાતનાના દિવસે એ આંતરિક આનંદના દિવસે પણ હતા. કરાડે માણસોએ પોતાના માનવબંધુએ પ્રત્યે અસ્પૃશ્યતા રાખવાનું જે મહાપાપ કર્યું છે તે લેવા માટે આ નાની તપશ્ચર્યા હતી.” - હોરેસને : "I have written so much to so many friends about the fast that I do not feel like saying anything in this letter. No doubt you will see some of the letters that are going by this week's mail. This however I will say: God was never nearer to me than during the fast. And I felt the love of you all although I had not then any letter from England.

  • મે એટલા બધા મિત્રોને આ ઉપવાસ વિષે એટલું બધું લખ્યું છે. કે આ કાગળમાં કાંઈ કહેવાની ઈચ્છા થતી નથી. આ અઠવાડિયાની મેલમાં લખાયેલા કાગળામાંથી કેટલાક તો જરૂર તમને જોવાની મળશે. છતાં આટલું તે કહે : આ ઉપવાસ દરમિયાન ઈશ્વર એટલે મારી સમીપ હતા તેટલો કદી નહાતા. વળી જોકે તે વખતે ઇંગ્લેડથી એ કે કાગળ મને મળી શક્યો નહોતા છતાં તમારા બધાના પ્રેમ હું અનુભવી રહ્યો હતો.”

બદ્રીદત્ત પાંડે, જેમના પુત્ર ગંગામાં ડૂબીને મર્યો અને તુરત દીકરી ભાઈના આધાતને લીધે મરી, એને લખ્યું :