પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહિરેને સુધારે, તેમનો નાશ ન કરે ૧૧૧ તુરછ છું' તે પોતાને ચડાવે છે. મારા ઉપવાસ ખ પ્રશ્નના ઉપલકિયા ઉકેલ આણવા માટે નહાતા પણ આપણે બધા સાચા બનીએ તે માટે હતા. a “ હું ઈચ્છું છું કે હું કાઈ સમયમર્યાદા મુકરર કરી શકું. પણ એમ કરનારા હું' કાણુ? મારા પાછલા અનુભવ ઉપરથી હું એટલું કહી શકું કે જો આ સુધારો સ્થિર વેગે ચાલ્યાં કરશે અને એમાં કાંઈ ધતિંગ કે દંભી નહીં પેસે તે આ પ્રશ્નને માટે મારે ઉપવાસ કરવા પડશે નહીં. ખરી પ્રગતિ એની મેળે દેખાઈ આવે છે. એની ગંરમી અચૂક રૂપમાં હરિજન અનુભવી શકશે. એટલે હું તમને વીનવું છું કે સમયમર્યાદાની ચિંતા કરશે નહીં’. કાઈ ને કાઈ રૂપમાં મૂર્તિએને આપણે બધા માનીએ છીએ. હું તો માનું જ છું. સાધારણ મંદિરનું અને પોતાને કરશું આકર્ષણ નથી. પણ એની બહુ ભારે આધ્યાત્મિક કિંમત છે. તેથી મદિરા હરિજનો માટે ખૂલવાં જ જોઈએ. મંદિરમાં સુધારા થવાની જરૂર છે. તેમનો નાશ આવશ્યક નથી.' આમાં જે ઊંચનીચના ભેદ કાઢવાની વાત કરી છે તે જ વિના ૨૦મીએ ગ્રામવાસીઓ આગળ આપેલાં ભાષણના મૂળ મુદ્દો હતો. ગઈ કાલે પણ ટપાલમાં લેાકાના પ્રેમનાં ચિહ્નોના અનેક પુરાવાએ મળ્યા. બેલગામમાં લેકાએ અખંડ સપ્તાહ ચલાવી રામ કૃષ્ણ હરેની ધૂન લગાવી હતી, સરઘસ કાઢયાં હતાં, સહભેજન રાખ્યું હતું અને બાપુને બકરીના દૂધ અને સાકરનો પ્રસાદ મોકલ્યો હતો. કવિ કેટલા ખળભળા ઊડ્યા હતા તે તે તેમનાં બે ભાષામાં દેખાય છે. આ બંને વાતનો ઉલ્લેખ કરીને બાપુ ઍન્ડ્રુઝને કાગળમાં લખે છે : "I hope your nerves are some what at rest. Any way you must have been sustained by the fact of Gurudev's closest association in this matter. Mahadev has translated and read to me one of his sermons on the very first day of the fast. It is a stirring thing. But the tokens of God's love were many in those days. I never had any doubt about God's guidance throughout. "But of course the largest part of the work still remains. And your place I have no doubt is still there." “હું આશા રાખું છું કે તમને હવે કાંઈક શાતા વળી હશે. આ બાબતમાં ગુરુદેવ ખૂબ જ ભળેલા છે એ જાણીને પણ તમે ટકી શકયા હશે. ઉપવાસને