પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

યજ્ઞાથે ઝીણું સૂતર કાંતીએ ૧૧૫ વચ્ચે ધણી શાધા થાય છે, ને હાથની ક્રિયાઓને ઉત્તેજન મળે છે. વ@ પૂર્વ ઝીણું સૂતર વેથી કઢાવતા. આ વેના પ્રાયશ્ચિત્તરૂપે પણ આપણે કેટલાક યજ્ઞાથે ઝીણુ કાંતીએ કે જેથી જ્યાં જ્યાં એવા વસ્ત્રની આવશ્યકતા સિદ્ધ થાય ત્યાં યજ્ઞાથે કાંતેલું સૂતર મળે. ઝીણા સૂતરની પૂરી મહેનત આપવા બેસતાં તેનું દામ બહુ જ વધી જાય.” રવીન્દ્રનાથે આ વેળા આડે આંક વાળ્યો. અમે બહુ નજીક આવ્યા.” વમયે તુ:તતાનાં વાગિનામાંર્તિનાશનમ્ - એ શ્લેકનું કિશોરલાલનું ભાષાંતર બાપુને ગમ્યું : “ હું તો ઇરછું સર્વ મારું સદાય - કે પ્રાણીનાં દુ:ખનાશાથ થાય.” શૌકતઅલીને સવારના પહોરમાં તાર લખાવ્યા : "I am delighted you have postponed your American visit. It will be glorious day when solid Hindu-Muslim-Sikh unity is achieved. Rest will follow as day follows night. If you will search diligently you will still find me in your pocket. Love." | “ તમે અમેરિકા જવાનું મુલતવી રાખ્યું તેથી મને આનંદ થયો છે. જ્યારે હિંદુ-મુસલમાન–શીખની નક્કર એકતા સધાશે ત્યારે એ ભવ્ય દિવસ હશે. બાકીનું બધું તો રાત પછી જેમ દિવસ આવે છે તેમ આવી રહેશે. તમે બરાબર જોશો તો હજી મને તમારા ખિસ્સામાં જ પડેલા જોશો. પ્યાર.” ne એણે કરેલા તાર તા મેજરે બાપુને આપ્યા પહેલાં હજી સરકારમાં મે કર્યો છે, ત્યાં તો એ તાર છાપામાં આવ્યા. અને બાપુએ આ જવાબ લખાવ્યા. વલ્લભભાઈ કહે છે : “ એ તાર હાથમાં નથી આવ્યે એ તો અંદર લખાવે ! ” વાતચીતમાં કહ્યું : "I do not mind any one preaching atheism for I know that his preaching won't travel beyond the tip of his nose. There have been many atheists. Which of them has succeeded ? " - ૬૪ કાઈ માણસ નાસ્તિકતાના પ્રચાર કરે તેની મને પરવા નથી. હું જાણું છું કે એનો પ્રચાર એના નાકના ટેરવાથી આગળ જઈ શકવાનો નથી. ઘણાયે નાસ્તિક થઈ ગયા, એમાંનું કાણુ સફળ થયું છે ? ”