પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૧૧ સરકારી ઠરાવથી અત્યજોના શૂરા મથુરાદાસને : * હવે તો ખરું જોતાં કોઈ એવું જાણીતામાંથી નથી રહ્યું જેના આશીર્વાદ અનશનને ન મળ્યા હાય. અહિંસા ૮-૨ ૦-' રૂ ૨ એ અંતિમ શસ્ત્ર છે એમાં શંકા નથી. તેને દૂર પગ થઈ રહ્યો છે ને વધારે થાય એ પણ સંભવ છે. છતાં એના દુરુપયોગમાંયે ખૂબી ભરી છે. એ કેવળ દુર પણ કરનારને જ ઈજા પહોંચાડી શકે. અને તે પણ ઊંડું વિચારીએ તો થોડી જ. હેતુ શુભ હાય તો આત્મા કલુષિત ન થાય. દેહને જ ઈજા પહોંચે. વળી એવા દુરુ પગ ઘણાથી તો ન થઈ શકે. ઉપવાસની યાતના ભોગવવા કેટલાક તૈયાર થાય ? “ મને શક્તિ સરસ રીતે આવી રહેલ છે. બે રતલ દૂધ ને નારંગી, મોસંબી, દ્રાક્ષ કે દાડમનો પુષ્કળ રસ લઉં છું. ટામેટાનો રસ પણ લઉં છું. વજન ઘટીને ૯૩ લાગી ગયું હતું. પાછું ૯૯ લગી ચડી ગયું છે. દિવસમાં દોઢ કલાક કરી શકું છું. એટલે લગભગ અસલ શક્તિને પહોંચે છું એમ કહેવાય. ૨૦૦ તાર ઓછામાં ઓછી લગભગ ૪૫ આંકના કાંડું છું. આમાં બહુ થાક પણ જણાતો નથી. એટલે મુદ્દલ ચિંતાનું કારણ નથી. ઉપવાસમાં શારીરિક વ્યથા તો ભેગવી, પણ શાંતિના રસના ઘૂંટડા પીધા.” માહલાલ ભટ્ટને : « મહમદ કાછના રાજાના નિશ્ચયમાં તથ્ય છે. સંકટ સમયે રાજાનું ફરમાન ઇસ્લામમાં છે. આમ બીજા એક મુસલમાન ભાઈ એ એ અરસામાં રાજા રાખ્યા હતા. રાજો એ ઉપવાસ નથી. મુસલમાન ભાઈ એની ફરજ આ બાબતમાં એ છે કે જેમ અંત્યજ પ્રશ્નનો નિવેડો આવ્યા, તેમ હિંદુ-મુસલમાન-શીખના પણ આવે એમ તીત્રપણે ઈચછવું અને તે વિષે કુર્તવ્યપાલન કરવું.” | ‘“મારા ઉપવાસ પાછળ ધાર્મિક ઉકેલ તો હતો જ. અને હિંદુ જનતા વગર પરિશ્રમે તે સમજી ગઈ. ભારે જાગૃતિ થઈ છે, તે તો ધાર્મિક જ છે.. e સરકારી ઠરાવથી ધાર્મિક દૃષ્ટિએ અંત્યજના ચૂરા થઈ જતા હતા. તેની સામે રાજપ્રકરણી પ્રશ્ન તો નજીવા હતા. રાજપ્રકરણ એ ધર્મના પેટામાં છે. રાજપ્રકરણ એ સ્વતંત્ર વસ્તુ નથી. અત્યજના ધાર્મિક ઉકેલમાં બધા દેશોમાં કચડવામાં આવેલી બધી જાતિઓનો સમાવેશ થાય છે. આ વાત ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજ પણ સમજી ગયેલ જણાય છે.”