પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આધુનિક ખેટા જીવનનો વિરોધ * દારૂ ન પીનાર મિજલસમાં દારૂની પ્યાલી પસાર કરે તેમાં હું સિદ્ધાંતદોષ નથી જોતો. એવી મિજલસમાં ગયા પછી પ્યાલી પસાર કરવાનો ધર્મ છે એમ મારી માન્યતા છે. એમાં દંભ નથી. સુક્ષમ રીતે દારૂ પીનારનો પ્રેમ હરણ કરવાની એ રીત છે. આ દલીલ ચુસ્ત દારૂનિષેધકને લાગુ પડે છે. પ્રશ્ન પણ એવાને અવલંબીને થયેલા છે. આ જવાબ બરાબર ન સમજાયા હોય તો તેને અનર્થ થવા પામે એમ છે. પણ તમારી પાસે આ ઉત્તર જાય તેમાં મને નિર્ભયતા છે.” એક અમેરિકન બાઈને : "My inner being tells me that spiritual unity can only be attained by resisting with our whole soul the modern false life.”

    • મારા અંતરાત્મા કહે છે કે આધુનિક ખેટા જીવનનો આપણે આપણા સમસ્ત પ્રાણથી વિરોધ કરીએ તો જ આધ્યાત્મિક એક્તા સિદ્ધ થઈ શકે.”

- રવિભાઇના સુંદર કાગળમાં અપીલ : ૯ ઉપવાસનાં પરિણામથી સૌ આશ્ચર્યચકિત છે, હવે મુસલમાનો ને હિંદુને એક કરવા માટે આપના તરફથી એક વચન નીકળવું જોઈએ.” ફાધર વિલેાનો કાગળ કે ““ તમે બતાવેલું કામ સફળ થશે એવી આશા આવી છે, અને તમને અમે મળવા માગીએ છીએ.' ચિંતામણિનો કાગળ.: “ આ કાગળ તમને એક લિબરલ તરીકે નથી લખતો, પણ એક હિંદી તરીકે લખું છું, જેને કેંગ્રેસની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે તો દુ:ખ થયા વગર રહે નહીં. છતાં કહું છું કે સવિનયભંગની લડત પાછી ખેંચી લે. કાંઈ નહીં તો આ લડત મોકુફ રાખવાનો વિચાર કરો.” ઉપવાસનાં પરિણામ ’ નામના “ લીડર'માં લખેલા લેખમાં પણ ઉપવાસનાં અદ્ભુત પરિણામે વર્ણવીને આ જ સૂચના કરવામાં આવી છે. આવાં પરિણામ પછી આ લોકો આ જ કામમાં એકાગ્ર થશે માટે હવે તમે દમન બંધ કરે અને આ લોકોને છોડે એ સૂચના સરકારને કરવાની એમની હિંમત નથી ચાલતી. અને સવિનયભંગની લડત ખેંચી લેવાથી કેંગ્રેસની પ્રતિષ્ઠા નહી ઘટે પણ વધશે એમ માનતા હશે ? આને જવાબ : "No need whatsoever for apology. I hope you received my previous letter in reply to your earlier letter.