પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦ નવા અધારણમાં અદર જવાય કરતાં વધારે આકરું હથિયાર વાપરવાની એ પેલાને તક આપે છે. મેં તો. મારી ઉપરના બે કિસ્સાઓ વિચારી લીધા. એક બેટમાંથી ઊતરતાં ટોળાને મરણ તાલ હુમલા થયા હતા તે, અને બીજો સિગરામના સળિયા પકડીને માર ખાતો ઊભો રહ્યો છે. તે વેળા મરવાનો નિશ્ચય કરી લીધા હતા. તે તે ઉપવાસનો વિચાર કરતી વખતે પણ મેં વિચાર કરી લીધો છે કે ધારે કે એ લોકો મર્યાદા હાડે અને બળાત્કારે ખોરાક આપવાનો પ્રયત્ન કરે તો મારે શું કરવું ? મારે માટે એ મારા શિયળની રક્ષા કરવા જેવા પ્રસંગ આવી પડ્યો તો એ લોકો મને મોડે મરવા દેવાને બદલે વહેલે મારશે. એટલું નક્કી છે. આ વસ્તુ એ છોકરીઓને માટે છે, કે જેઓ એમ માની બેઠી છે કે, હું તમાચા પણ કેમ મરાય ? એ તમાચો મારતાંની સાથે એનામાં જાગૃતિ આવી જાય છે.” - આજે સાંજે કાંઈ છાપાં વાંચવાનાં નહોતાં. મોડર્ન રિવ્યુ' પણ વાંચવાનું માંડી વાળ્યું અને વાતે ચડવા. મેં કહ્યું : “ આ લડત પાંચ સાત વરસ તો ચાલવાની.” બાપુ કાઠું : ના. પણ હા, સાવ પડી ભાંગે તો ચાલે, જેમ દક્ષિણ આફ્રિકામાં ચાલી હતી. બાકી તો મૂળ વસ્તુ મેળવવાની છે તે મેળવતાં સમય જશેતે. નવા બંધારણમાંથી આપણે દૂર જ રહેવાનું છે એમ નથી. જે એમાં ભાગ લઈને કાંઈ થઈ શકે એમ લાગે, એટલે આપણું ધ્યેય તરફ આગળ વધી શકાય એમ છે એમ લાગે, તે જરૂર અંદર દાખલ થયું. એ બંધારણ કેવી જાતનું હશે એની ઉપર આધાર રહે છે. પણ ' કોંગ્રેસ જે સાવ એક નાનકડી લઘુમતી થઈ જાય, તે તો લોકોને ગમે કે ન ગમે, અસહકારના માર્ગ સિવાય બીજો રસ્તો નથી. - વલભભાઈ : “ મારો પણ એ જ અભિપ્રાય છે. સરકારી કરે ગામડિયાઓને જે ત્રાસ આપી રહ્યા છે એ અંદર પેઠા વિના એાછા ન થઈ શકે, પણ એ તો અંદર જઈને કાંઈ અસરકારક થઈ શકે એમ હોય તો જ. સરકારી નોકરીઓ બધી ગેરંટીવાળી હોય, પગાર ઓછો થઈ શકે એમ હોય જ નહીં, નવા કર ન નાખી શકાય એમ હોય, તો એ દેવાળિયેા વહીવટ હાથમાં લઈ ને શું કરીએ ? ” - સાંજે . . . મારી પાસે આવ્યા અને મને કહે : “ તમે ગાંધીજી સમક્ષ મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવવાના છે તેનું શું ? હું રાજી થયા અને એને લઈ ગયે, બાપુએ પાતાને અત્યંત આનંદ વ્યક્ત કરતાં એને. જિંદગીભર યાદ રહે એવાં વચનો કહ્યાં : “ પોતાના મનની સાથે નિશ્ચય. કરી રાખવા એનો કોઈ અર્થ નથી. માણસ પ્રતિજ્ઞા કરીને ભાંગે છે