પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૬ રેહાના બહેનને નથી. ઉપવાસ કરવાથી ઈશ્વરદર્શન થાય એમ માની લેવાને કંઈ જ કારણ નથી. મારા ચાલીસ દિવસના ઉપવાસના સાટામાં બાબા ઈશ્વરદર્શન કરાવી શકે એ મારા હૃદયમાં ન ઊતરે. એ સાટું તે સહેલું ગણાય. એમ થતાં હોય તે ઈશ્વરદર્શનની કિંમત મારી પાસે નથી. | “ તો આજ લગી એમ માનતા આવ્યો છું કે બાબા જીવનના વિભાગ નથી કરતા. જેનું જીવન ધર્મથી રંગાયેલું છે તેને મન રાજ્યપ્રકરણ, અર્થશાસ્ત્ર બધાં ધર્મનાં અંગ છે, ને એમાંના એકેયને તે છોડી શકતો નથી. મારી મતિ પ્રમાણે જે ધર્મને ધણી પ્રવૃત્તિમાંની એક પ્રવૃત્તિ માને છે તે ધમને જાણતા જ નથી. એટલે રાજ્યપ્રકરણ કે સમાજસુધાર ઈત્યાદિ હું કોઈ દિવસે છોડું એવું મારી કૅ૯૫ના બહાર છે. મારા ધર્મના પાલનને અવે હું રાજ્યપ્રકરણ, સમાજસેવા, ઇત્યાદિમાં પડેલો છું. “ બાબાનાં લખાણોનું ગુજરાતી કરવાનું વચન મે નથી આપ્યું. ઊલટું મેં તો બાબાને સૂચવ્યું છે કે તેમણે અંગ્રેજીમાં લખવાનો અથવા બીજાની પાસે લખાવવાનો મોહ છોડી કાં તો પોતાના વિચાર માદરી જબાન ગુજરાતીમાં પ્રગટ કરવા અથવા ફારસીમાં, જે તેમના કહેવા પ્રમાણે તેઓ બહુ સરસ જાણે છે. હા, તેમના લખાણમાંનું કંઈ મારા હૃદયમાં ચોંટી જાય તો તેનું ગુજરાતી હું અવશ્ય કરું. - “ ટૂંકામાં, હું બાબાનો એક અભ્યાસી છું. જમશેદ્ર મહેતાને પવિત્ર વ્યક્તિ માનું છું. તેના તારથી હું બાબાને મળ્યો. ઈશ્વરના ભક્તોને હું શોધ્યાં કરું છું. બાબા તેવા હશે તેમ ધારી તેમના પ્રસંગમાં હું આવ્યો. મેહનદાસ ગાંધીના વંદેમાતરમ્' રેહાનાએ લખ્યું હતું : તમે પાછા ઉપવાસ કરશે ત્યારે વધારે સુંદર ભજન મોકલીશ.” એને લખ્યું : « પ્યારી બેટી રેહાના, “ બહુત ચાલાક લડકી હૈ, અપને ભજનકે લિયે મુઝે ફાકા કરવાના ચાહતી હૈ. મેં નહીં કરૂંગા. ઔર ભજન – ગાકર સુનાયેગી તબ દિલકે ભાયેગા. અગર “ ઉઠ જાગ મુસાફિર’ મેં ન સુનતા તા મુઝે ઐસા દિલચસ્પ ન લગતા. અગર જેલકી દિવાકે બાહરસે ભી તૂ ગાયેગી તે ભી તેરા આવાજ મુઝે પચ જાયેગા. તુમ સબકા નાચ તે મેં સુન હી રહા હૂં.”