પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આદેશ મંદિર ૧૭ જયશંકર ત્રિવેદીને : તારાગૌરીના ખેદકારક અવસાન પછી તમે બધા આટલું શ્રાદ્ધ ન કરી ? કાં તો પ્રાયમસના કુટુંબમાંથી બહિષ્કાર કરો અથવા તે અશકય લાગે તે સ્ત્રીઓ તેને પ્રગટાવવાની બાધા લે. પુરુષોની મારફતે જ પ્રગટાવે. આપણાં બૈરાંનો પોશાક પ્રાયમસ જેવા ચૂલા પ્રગટાવવાને સારુ બનેલો નથી.” આ સૂચનાના આશ્રમમાં અમલ કરવાનું નારણદાસભાઈને લખ્યું. પ્રેમાને : ૬૮ અમારી પ્રેમીથી તે અમે વિખૂટા પડયા છીએ કેમ કે અમને બીજી જગ્યાએ મૂકયા છે. તેને વિયાગ તે સાલે છે. પણ શું કરીએ? જિંદગી વિયાગનો સમુદાય જ છે ના ?” પંડિતજીને લાંબા કાગળ: “ પ્રીતિભોજન અસ્પૃશ્યતાનિવારણનું અંગ નથી, છતાંય એ તેનું પરિણામ છે. મને તે ગમે પણ છે. વિરાધ તે થયાં જ કરશે. પણ જે જનતામાં આ વસ્તુએ પ્રવેશ કર્યો હશે તો એને કોઈ રોકી શકે નહીં. જમવા વગેરે આભડછેટને સારુ ધર્મનું તે એક પણ પ્રમાણ નથી. . * મૂર્તિપૂજાને આપણે ઉત્તેજન નથી આપતા; પણ આપણે એને નિષેધ નથી કરતા. હિંદુ ધર્મ છે ત્યાં લગી એક કે બીજે પ્રકારે મંદિરા રહેવાનાં. હિંદુ ધર્મને જે મંદિર માન્ય હશે તેમાં અંત્યજને જવાના અધિકાર હોવો જ જોઈએ. અંત્યજ પણું જ કાઢી નાખવું છે, ત્યાં બીજી સંભવે જ નહીં. એટલે આશ્રમનિવાસી મંદિર પ્રવેશને ઉત્તેજન આપે તેમાં વિરોધ નથી. એટલું જ નહીં પણ તેને ઉત્તેજન આપવાનો તેનો ધર્મ છે. ધાર્મિક દૃષ્ટિએ આ પ્રશ્ન અંત્યજને સારુ બહુ મહત્વના છે. હિંદુજાતિની તેમાં પરીક્ષા છે. - “ અસ્પૃશ્યતાનિવારણને અંગે આશ્રમવાસી બહાર નીકળી શકે તે નીકળે એ આવશ્યક સમજુ છું. આશ્રમવાસી છેવટે બહાર પથરાઈ જવાને સારુ તૈયાર થાય છે. આશ્રમમાં જેને ગણેશપુનદિ કરવાં હોય તેને રેકી ન જ શકાય. પણ મારા મત પ્રમાણે આશ્રમ તરીકે આપણે તટસ્થ રહેવું જોઈએ. અને તેથી આશ્રમમાં જાહેર મૂર્તિમંદિર ન થવા દઈ એ. જાહેર મંદિર તો પ્રાર્થનાભૂમિ છે, જેની દીવાલ દિશા છે, જેનું છત્તર આકાશ છે, જેમાં મૂર્તિ નિરાકાર ભગવાન છે. જો આમ ન કરીએ તો આપણે મરિજદ, અગિયારી, ગિરજા, સિનેગોગ વગેરેને સારુ સ્થાન રાખવું જ જોઈ એ. આજે હિંદુ વધારે છે ખરા, પણ આપણે ઇચ્છીએ તે એમ કે બીજા ધમીએ પણ પુષ્કળ આવે. સૌ ધર્મ પ્રતિ સમભાવે વતીએ તે