પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈશ્વરના અને અળિયા ૧૧ તેનું કારણ એ છે કે તે પોતે જ પોતાના બળે તે પાળી શકશે એવું અભિમાન રાખે છે. જ્યારે આપણું કાંઈ બળ જ નથી, એ બળ ભગવાનનું જ આપેલું છે. એને જ બળે આપણે બળિયા છીએ. એક નાનકડા પાણીને. ઘડે સમુદ્ર થવાને મથે એના જેવી વાત છે. ઘડામાં પાણી છે, એ સમુદ્રમાંહેલા જ પાણીનો અંશ છે, એમાં શંકા નથી. પણ એ અંશ આપણામાં છે અને એને લીધે આપણે દિન પ્રતિદિન શુદ્ધ થઈ એ મહાસાગરમાં, ભળવાનું છે એ જ્ઞાન જ આપણને પશુથી જુદા પાડે છે. નહીં તો પશુની સાથે સામાન્ય ગુણ તો આપણામાં ઘણા છે. જે સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે તેના વિના આપણે અપંગ થઈ પડીએ. તું ઉતાવળે પ્રતિજ્ઞા ન લઈશ, કારણ તારે પાછું અનેક લાલચમાં પડવાનું છે. પણ ક્યાંય વશ ન થઈ શ. ઈશ્વરમાં જો તું માનતા હોય તો ઈશ્વર તને બળ આપ.” પછી એને ક્રેસવેલ અથવા ખ્રિસ્ત સેવાસંધમાં જવાની સલાહ આપી. . . .માં આ વસ્તુ છે એ છેલ્લા ત્રણચાર દિવસમાં જાગેલું, અને બાપુને તો સત્યસંધમાત્ર પોતાના કુટુંબીજન છે, એટલે એને કહ્યું કે, “ હવે મને જ્યારે છે ત્યારે. કાગળ લખજે. અને મને લખવાનું છે એ વાતથી પણ તારી પ્રતિજ્ઞા પળાશે.”

  • બી’ વાળાઓને ૨૦ ઔસ રોટી મળતી તે બંધ થઈ ને ૪ ઔસ રાટી અને ૧૬ ઔસ આટલી આપવાની ચેાજના થઈ. તે વિષે ડૉઈલને કાગળ લખ્યો.

આજે ડેઈલે બાપુને સિમાં બેલાવ્યા હતા. એમની સાથે - ૨૦મીના ડેરાવ વિષે ખૂબ ચર્ચા કરી. આજે પણ એણે ૮-૬- રૂ ૨ કહ્યું : “ હું તમારી સાથે સાધારણ માણસ બીજા માણસ. સાથે વાત કરે એમ વાત કરું છું. સરકાર તરફથી કશીવાત નથી કરતો.” એણે ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા: - ૧. કૅબિનેટના ઠરાવ ગમે ત્યારે કામ બદલી શકે છે. બાપુ કહે કે એ ૨૦ વરસ સુધીનો વજલેખ છે. - ૨. કામોને સમજૂતી ઉપર આવવા માટે સંબંધ ધરાવતી કામે જ સમજૂતી કરવી જોઈએ કે બધાએ ? | ૭. તમે જે અનામત બેઠકોની વિરુદ્ધ ન હો તો આ તકરાર જ શા સારુ હોવી જોઈએ ? બાપુએ એને સંતોષ આપ્યા. પેલે કહે કે તમે મને કાગળ લખશે? તો ઠીક થશે. એટલે કાલે એના ઉપર આપણે ચોક્કસ ચર્ચા કરશે. બાકીદ તમે ઉપવાસ કરવા માંડશા તે મેજર ભંડારીના વાળ ધોળા થઈ જશે.