પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧ર૮ પ્રતિજ્ઞાનું મહત્ત્વ આજથી આપણે એવાં દેવળાને સારુ સ્થાન મનમાં તો રાખવું જોઈએ. પણ એ રાખતાં સમભાવ ખેલવાઈ જવાનો સંભવ છે, એટલે જેમ બીજામાં તેમ આમાં પણ સંયમ એ જ આપણા સુવર્ણ માર્ગ છે. આ બધું બરાબર સમજી લેજો. ન સમજાય ત્યાં લગી પૂછત્યાં જ કરજો. હું નહીં” થાક અને હવે આવાં કામને પહોંચી વળવા જેટલી શક્તિ આવી ગઈ છે.” . બાકીના કાગળ . . . વિષે છે. -

  • . . . અને . . . નો સંબંધ કેમ બંધાયે એ તો હું ભૂલી ગયો છું. ધાર્મિક પ્રશ્ન તે પહેલાના મનાયેલા વિવાહ વિષે હતા. શિક્ષક અને શિખ્યા વચ્ચે તથા એક જ સંસ્થામાં રહેતા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે વિવાહસંબંધ ન થવી જોઈ એ એવા આદશ તો મેં સૂચવ્યા જ છે. એમાં ધર્મને પ્રતિબંધ છે જ એવું તે કાંઈ નથી. જે કાઈની વચ્ચે વિવાહની ઈરછા થઈ આવે તો એને આપણે ઉત્તેજન ન આપીએ, પણ રોકી તે ન જ શકીએ. આ તો સામાન્ય રીતે લખું છું. આ કેસમાં શું થયેલું છે એ હું ભૂલી ગયેલ છું. મારા આદશનો પૂરા પ્રચાર પણ નથી થયા. એ વિષે વિદ્યાપીઠમાં ભરતી થનારને ચેતાવવામાંયે નથી આવતા. ત્યાં એ આદર્શ કેમ લાગુ પડાય ? આવા દાખલાઓમાં આપણા આદર્શને વળગતાં. છતાં ઉદાર વૃત્તિ કેળવવી ઘટે.”

છગનલાલ જોષીને : k* લીધેલી પ્રતિજ્ઞા વિચારી જવી. તેને લવલેશ પણ ભંગ ન થવા જોઈએ. આનો અર્થ એવો નથી કે હું કાંઈ જાણું છું. મને અત્યારે બધાં સ્મરણ પણ નથી. અને તેથી જ મારો આગ્રહ રહેલો છે કે જે પ્રતિજ્ઞા લેવાય છે, તે ઘડીએ લખી લેવી જોઈએ. એમ ન કરે તો માણસ પાછળથી માળા પડે છે તે પ્રતિજ્ઞા ઢીલી કરી મૂકે છે. મારે પિતાને આવા પસ્તાવો થયા છે.” - આજે મણિલાલ આવ્યા. ડરબનથી આવતાં રસ્તામાં ઝાંઝીબાર અને દારેસલામ બંદર ઉપર હજારેનાં ટોળાં બાપુને માટે માન અને લાગણી બતાવવાને માટે આવ્યાં હતાં. દક્ષિણ આફ્રિકાની ચર્ચા કરતાં બાપુએ મણિલાલને બતાવી આપ્યું કે સત્યાગ્રહ કરવામાં ડહાપણ નથી. બાકી મરણિયા થઈને ખપી જવું હોય તો ખપી જાઓ. એમાં કોઈ ને કાંઈ કહેવાનું તા હોય જ નહીં. પછી લાગણીવાળા પિશ્તા તરીકે સલાહ આપી : * ડહાપણને રસ્તો એ છે કે શાસ્ત્રી, બાજપાઈ, રેફી વગેરેને તું મળ, એએની પાસે કાગળો લખાવ, અમુક રાહતો વિચારી કાઢ, એ મેળવવાના પ્રયત્ન કર અને ભીનું સંકેલી મૂક.”