પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્યતાનિવારણને અથ ૧૨૯ અસ્પૃશ્યતા વિષેની ટપાલ વધતી જ જાય છે. અસ્પૃશ્યો અને બીજી નાતજાત સાથે રોટીબેટીવ્યવહારને વિષે બાપુની સ્થિતિ૨૨-૨૦—? રૂ ૨ માં દરરાજ વિકાસ થતા જાય છે. આજના બે કાગળ પહેલાંની સ્થિતિમાં પ્રગતિ બતાવે છે : * અસ્પૃશ્યતાનિવારણ એટલે જેવો વ્યવહાર આપણે બીજી જાતિઓ સાથે રાખીએ છીએ તેવા તેમની સાથે રાખો. એટલે કે, તેમને અડકીએ, તેમના હાથનું પાણી વગેરે લઈ એ, તે ઘરમાં, મંદિરમાં, નિશાળ ઇત્યાદિમાં બીજાઓની જેમ જ આવે. આટલું તો આવશ્યક અંગ છે. તેને હાથે રાંધેલું ખાવું કે તેની સાથે બેસી ખાવું કે બેટીવ્યવહાર રાખવા એ સહુની ખુશીની વાત છે. ધર્મમાં તેના પ્રતિબંધ નથી, તેમ તે ફરજિયાત પણ નથી. હાલ જે પ્રીતિભોજન ચાલે છે તે અસ્પૃશ્યતાનિવારણનું આવશ્યક અંગ નથી. પણ તે સ્તુત્ય છે એ વિષે મને શંકા નથી.” - આ કાગળ નાગપુરના એક જિજ્ઞાસુ મારવાડીને લખ્યા. ' વિલાસપુરથી એક કાગળ આવેલ તેમાં ઉપવાસને અંગે થયેલી સભાનું દુ:ખદ વર્ણન હતું. ચમાર પાસે પાણી મંગાવીને પીવા જાય છે ત્યાં કેંગ્રેસવાળાઓએ સવાલ ઉઠાવ્યો કે ગાંધીજીએ ખાવાપીવાની સલાહ નથી આપી. એટલે સભામાં ભંગાણ પડયું અને પાછળથી પાણી પીનારાઓએ પ્રાયશ્ચિત્ત કર્યું, અને પ્રાયશ્ચિત્ત ન કરનાર ઉપર બહિષ્કાર – ચતુરંગ બહિષ્કારની ધમકીઓ અપાઈ રહી છે. આ બધું યોગ્ય છે ખરું ? એ સવાલ એક પ્રાયશ્ચિત્ત ન કરનારે પૂછયો છે. એને જવાબ :

  • આપકા પત્ર મિલા હૈ. જિન કેંગ્રેસજનોને અસ્પૃશ્ય ભાઈએકે પાની લાનેસે સભા છોડી ઉન્હોંને બહુત અનુચિત કાર્ય કિયા.
  • અસ્પૃશ્યતાનિવારણમે અછૂત ભાઈયે કે હાથોસે પાની પીના આવશ્યક અંગ હૈ. જૈસા વર્તાવ હમ અન્ય જાતિસે રખતે હૈં વૈસા અછાંકે સાથ કરના ધમ હૈ. ઇસલિયે જિન્હોંને પ્રાયશ્ચિત્ત કિયા ઉન્હોંને પાપ કિયા હૈ ઔર કેંગ્રેસકો વિરોધ કિયા હૈ. આપકા બહિષ્કાર નીતિ વિરુદ્ધ હૈ, આપ પ્રાયશ્ચિત્ત હરગિજ ન કરે. મુઝે દુ:ખ હૈ કિ વિલાસપુરકે કઈ ભાઈને નીતિવિરુદ્ધ વ્યવહાર કરકે અછૂત ભાઈમે બુદ્ધિશ્રમ પદા કિયા હૈ. મૈ ચાહતા હૈ કિ વે અપને દોષકા જાહેર સ્વીકાર કરે.
  • રાતીએટીવ્યવહાર મુકે તો ઇષ્ટ હૈ. પરંતુ ઉસકા મેં અસ્પૃશ્યતાનિવારણુકા આવસ્યક અંગ નહીં માનતા હૈં. જો ઐસા વ્યવહાર ધમ સમઝફર કરે છે સ્તુત્ય કર્મ કરતે હૈં ઐસા મેરા અભિપ્રાય હૈ.