પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કર બાની સેવા એને બાપુએ લખ્યું :

  • તમે ઇચ્છો છો તે લખવાની રજા મળે તેમ હાલ તો નથી. જેના હૃદયમાં શક ભર્યો હશે તેને શક તો ભગવાન જ કાઢે. મારે મન તો મેં બધા ધર્મની સેવા કરી છે. ઘણા મિત્રો તો એ સમજી પણ ગયા છે. આ સાચી. જ વાત હશે તો કાંઈ છાની રહેવાની ઘેાડી જ છે? જે ઈશ્વરે ઉપવાસ કરાવ્યા તે તેને ભેદ પણ મનુષ્યમાં ઉતારશે.”

પોલાકે લખ્યું હતું : • મિલીના જન્મદિવસે તમે આ ઉપવાસનું વ્રત લીધું એ કેવું ભૂંડું" કહેવાય ? તમે તો ધર્મદંડ જેવા છો, તમે વહાલામાં વહાલાંને અતિશય દુ:ખ આપીને એની સેવા કરવામાં માનતા લાગો છો.” બાપુએ લખ્યું : " What could be more auspicious than that I should execute God's will on Millie's birthday? She must have many many more birthdays and more opportunity of service." મિલીના જન્મદિવસે ઈશ્વરના આદેશને હું અમલ કરું તેના કરતાં વધારે માંગલિક બીજું શું હોઈ શકે ? એના વધારે ને વધારે જન્મદિવસે આવા અને વધુ ને વધુ સેવા કરવાની એને તક મળે.” - એક અંગ્રેજ, નામે એ. ટરટને કાગળ લખ્યા તેમાં લખ્યું : “ તમારી ! ખાટ મને બહુ ન લાગત, પણ તમારા સિદ્ધાન્તનો ત્યાગ મને સાલે છે. આ તો આત્મહત્યા કરવા તમે તયાર થયા હતા.” બાપુએ લખ્યું : "Thank God it was not I that embarked on the fast. It was all God's doing. And how shall whole world's 'no' prevail against the God's 'yes'?" - ૮૮ ઈશ્વરનો આભાર કે ઉપવાસનો આદર મેં નહોતો કર્યો. એ બધું ઈશ્વરનું કામ હતું. અને આખી દુનિયાની ‘ના’ હોય તોપણ તેનું ઈશ્વરની ‘હા’ આગળ શું ચાલે ? ” જાણે બાની સાથે ઘણો સમય ગાળ્યો નથી અને સેવા બહુ લીધી નથી તેનું સાટું વાળવાને માટે બાપુ બાની પાસે ખૂબ સેવા લે છે. વલભભાઈ કહે : “ એમને હવે ઊંઘ આવે છે, સૂવા દો.” બાપુ : “ના, મને ઊંધાડીને પછી સૂઈ જજે.” તેલ પણ બાનું ચાળેલું બાપુને ગમે, અને આજે તો હદ જ કરી. દૂધીનો હલ એક બહેને બહારથી મોકલ્યા હતા, અને બાએ પણ બનાવ્યા હતા. બાપુએ બાનો બધા ખાધા અને પેલે રહેવા દીધો.