પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સરકારનું દમન અને લેકેનું પતન ૧૩ આજે ટપાલમાં સુરતના કેટલાક દુ:ખદ કિસ્સાઓનું વર્ણન હતું. અનશન દિન નિમિત્તે સાર્વજનિક કોલેજના વિદ્યાથીએએ “ઉપવાસ કર્યા, રસોઈયાઓએ રાંધ્યું નહીં'. આથી ચિડાઈ આંટિયાએ કૅલેજમાં જઈ ને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, રસોઈયાને ગાળો દીધી, એકને ફટકાર્યો. આફવા ઈસરોલી ગામના લોકોએ અંત્યજો સાથે એક કૂવે સ્નાન કર્યું, અને પ્રસાદ લીધા. તેની ખબર એક છાપાવાળાએ આપી. આ ગામમાં જઈને પેલા પાસે લખાવી લીધું કે અમે એવું કશું કર્યું નથી. પછી છાપાવાળાને ખોટી ખબર આપવા માટે ખૂબ ધમકાવ્યા. મે બાપુને કહ્યું : { લોકે કેટલા પડવ્યા છે ? આ જાણીને ત્રાસ છૂટે છે.” બાપુ કહે : “ આ સુરતની વાત છે એટલે આપણને ખબર પડે છે, પણ બંગાળમાં જે ચાલી રહ્યું હશે એની આપણને ક૯પના નથી. આખો દિવસ ઘરમાં બેસી રહેવાના હુકમ, રાત્રે ન નીકળવાના હુકમ એટલે શું ? યુ. પી.માં ખેડૂતો ઘરબાર વિનાના થયા છે. રામવાળા બહાદુર, મરણિયા તેમ જ કાબેલ એટલે ભૂખ્યા ન મરે. આ તો અજ્ઞાન માણસ; બહાવરા બની જાય અને ભૂખે ટળવળે.” ફરી પાછા કહે : “ માણસો ઉપર ત્રાસ ગુજરે એ મને નથી ખૂંચતું, જેટલું માણસનું પતન થાય એ ખૂંચે છે.” જેમ અસ્પૃશ્યોને માટે મંદિર ખૂલતાં જાય છે તેમ કયાંક કયાંક - સનાતનીઓના વિરોધના રિપોર્ટી પણ આવતા જાય છે. ૨ ૨-૨ ૦–'રૂ ૨ ઉપવાસ મુલતવી રાખીને પંદર દિવસ કે થોડાં અવાડિયાં લોકોને કામ કરવાને માટે મહેતલ આપી હોત તો કદાચ આ અંધકારનાં બળાને કામ કરવાની વધારે તક મળત. તેઓ દેખીતા વિરોધ ઉત્પન્ન કરવાના ઘણા પ્રયત્ન કરત, સરકારને પણ ઠીક બહાનું મળત. મદરામાં હરિજનાની એક સભા થઈ. તેમણે ઠરાવ કર્યો કે મંદિર આપણે માટે ખોલવામાં આવે છે, અને સહભાજન થાય છે તેમાંથી એ કેમાં આપણે ન જવું, કારણ કે એ સવણ હિંદુઓની બાજી છે. બીજે ઠરાવ શહેનશાહને વફાદારીને ! | બાપુ કહે : “ એ ઉપવાસ મુલતવી રહ્યા હોત તો એની ધાર્મિકતા જ મટી જાત. એ ધર્મક્રિયા હતી. માટે જ એને માટે ઘડીપળ પણ નકકી થઈ ગયેલી હતી. વીસમીએ બાર વાગ્યે એનું ચાડિયું હતું તે તો છટ્ટીના લેખ જેવું જ હતું. - અસ્પૃશ્યતાનિવારણની સામેના વિરોધ જુદે જુદે સ્થાને જુદાં જુદાં સ્વરૂપ લીધે જાય છે. રત્નાગિરીથી એક શાળાના શિક્ષક પૂછે છે કે, “વણું