પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સ્ત્રી શુ કામ પુરુષથી ડરે ? ૧૩૫ ખ્રિસ્ત સેવાસંધના બ્રધર કેશવને લખ્યું : "Yes, the fast was God's gift to me. Whatever personal service you render to the untouchables without proselytization at the back of your mind is to the good." | “ હા, ઉપવાસ એ ઈશ્વરની ભેટ હતી. તમે ધર્માન્તર કરાવવાનો વિચાર મનમાં રાખ્યા સિવાય અસ્પૃસ્યાની જે કાંઈ સેવા કરી શકે તેથી ભલું જ છે.” રેનષ્ઠના કાગળ આવ્યો. ૧૫મી સપ્ટેમ્બરનો એટલે ઉપવાસનો પત્રવ્યવહાર બહાર પડયો તેને બીજે જ દિવસે લખેલે. તેમાં હતું : “ બીજા ઘણાની માર્કક હું તમને એવું મનાવવાના પ્રયત્ન નહીં કરું કે તમારો નિર્ણય બેટા હતા. કારણ હું પોતે જ માનું છું કે એ નિણ ચ ઈશ્વરપ્રેરિત હતો. જે તમને ખૂબ ચાહે છે અને જે ઘણી વાર તમારા વિચાર સાથે અસંમત પણ થાય છે છતાં જે હંમેશાં તમારા પ્રત્યે ભારે પૂજ્યભાવ રાખે છે એવા તમારા એક અંગ્રેજ મિત્ર તરીકે હું તમને કહેવા ઈચ્છું છું કે નિરાશા અને હારેલા માણસના જેવા દેખાતા તમારા આ કાર્યને હું તમારા જીવનનું મોટામાં મોટું કાર્યો માનું છું.” | બાપુએ એને લખ્યું : "Your dear letter. It is like a soothing draught. I knew that you and others whom I have in mind would see the inwardness of the fast. God let me down gently as a mother her child. And the glorious manifestation all over the land was more than meat to me."

  • તમારા પ્રિય પત્ર મળ્યા. મને એ ઠંડા પવનની લહેર સમાન થઈ પડ્યો છે. તમે અને બીજા પણ મારા ધ્યાનમાં છે, તેઓ આ ઉપવાસનું રહસ્ય જોઈ શકશા એમ હું જાણતા જ હતા. માતા જેમ બાળકને સુવાડે તેમ ઈશ્વરે હળવે રહીને મને (ઉપવાસની શય્યા ઉપર) સુવાડ્યો. અને આખા દેશમાં ઉત્સાહનાં જે ભવ્ય દર્શન થયાં તેણે તો મારે માટે ખોરાક કરતાં પણ વધારે ગરજ સારી છે.”

જેલની બહેનોને કાગળ : - “દુર્ગાબાઈ જોગને કહેજો કે બહેનને આવતાં જતાં જે ડર પેસી ગયો છે તે મનને દૃઢ કરવાથી નીકળી જાય. મનમાં નિશ્ચય કરીને કે રક્ષા કરનારા રામ છે, જ્યાં સેવા કે કામ અર્થે જવું ઘટે ત્યાં નીકળી જવું. ડર કાનો ? પુરુષના જ કે ? પુરુષમાત્ર કાંઈ બહેન ઉપર હુમલો કરવાને માટે તાકીને બેઠેલા થોડા જ હોય છે ? તેના જન્મ પણ માતાના ઉદરમાંથી