પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેલુખ્ખનને સલાહ ૧૩૭ Zamorin which I had handed in the same day as I had sent the one to you i. e. 3rd inst. It has now been sent. I enclose copy herewith. You will see therefore that I began work immediately. "You will move there gently and courteously. There should be no threats and no loud claims made. The real thing is conversion even of the most orthodox. Please keep me regularly informed of the progress of the movement." “ મેં તમને વહેલા કાગળ લખ્યો હોત, પણ આ પત્રવ્યવહાર ચાલવા દેવા કે કેમ તેને સત્તાવાળાઓ વિચાર કરી રહ્યા હતા. મેં તમને ત્રીજી તારીખે તાર કર્યો, તે જ દિવસે કામારિન ઉપર એક તાર સત્તાવાળાઓને મેં આપ્યા હતા. પણ એ તેમણે રાકળ્યો. હવે એ મોકલવામાં આવ્યા છે. તેની નકલ આ સાથે મોકલું છું. એટલે તમે જોશો કે મેં તો કામ તરત શરૂ કર્યું છે. - “ તમારે સલુકાઈથી અને સભ્યતાથી કામ લેવું જોઈ એ. ધમકીઓ બિલકુલ ન અપાય તેમ વધારેપડતા દાવા પણ ન કરાય. ખરું કામ તો કટ્ટરમાં કટ્ટર સનાતનીનું પણ પરિવર્તન કરવાનું છે. ચળવળની પ્રર્માતથી મને નિયમિત રીતે વાકેફ રાખતા રહેજો.” ' રંગસ્વામીને એ જ હકીકત લખી જણાવ્યું : "You will see therefore that there is not much time to lose if the temple is to be opened in the due time. I hope therefore that you and the friends you mentioned will quickly move in the matter." - “ એટલે તમે જોશે કે આપણે જે મંદિર નક્કી કરેલા વખતમાં ઉઘડાવવું હોય તે હવે બહુ વખત ખાવા જેવું નથી. તેથી હું આશા રાખું છું કે તમે અને તમે જણાવેલા મિત્રો આ બાબતમાં જલદી કામ કરવા મંડી પડશે.” - ઝામારિનને : "Dear Friend "The wire which I handed in on 3rd inst. was considered by the authorities and released for despatch only three days ago. I hope you duly received it. I trust that you will please move in the matter and ensure the opening of the temple during the period of suspension. "I do not know the proper style of addressing you. If therefore there is any want of propriety you will please instruct me knowing it to be wholly unintended.