પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધર્મ દરેક પ્રવૃત્તિમાં જોઈએ પ્રિય મિત્ર, - ૮૮ મે ત્રીજી તારીખે જે તાર સત્તાવાળાઓને આપ્યો હતો તે જવા દેવા વિષે તેમણે વિચાર કર્યો અને ત્રણ દિવસ ઉપર જ તે રવાના કરવાનું નક્કી કર્યું. હું આશા રાખું છું કે તમને એ બરાબર મળ્યો હશે. મને ખાતરી છે કે આ બાબતમાં કરવું ઘટે તે તમે કરશે અને માફીના ગાળામાં મંદિર ખૂલી જાય તે જોશો. - “ તમને કઈ રીતે સંબોધન કરવામાં આવે છે તે હું જાણતો નથી. એટલે રીતમાં કાંઈ ખામી હોય તો તે જરાય ઇરાદાપૂર્વકની નથી એમ ગણી મને સૂચના આપશો.” e એસ. કે. વૅજને લખ્યું : "I do not isolate politics from religion as you appear to me to do. Religion to be true must pervade every activity of life and that activity which cannot be pursued without sacrificing religion is an immoral activity to be shunned at all costs. Politics is not only not such an activity but it is an integral part of civic life. The rest of the discussion must be postponed to a more auspicious occasion. Only do not give me up in despair. ૪ તમે કરતા જણાઓ છે. તેમ હું રાજ્યપ્રકરણ અને ધર્મને એકબીજાથી અલગ પાડતો નથી. સાચો ધર્મ જીવનની દરેક પ્રવૃત્તિમાં વ્યાપેલા હોવો જોઈએ. કોઈ પણ પ્રવૃત્તિ ધર્મનો ભોગ આપ્યા વિના ન થઈ શકતી હોય તો એમ સમજવું કે તે પ્રવૃત્તિ અનૈતિક છે. હરકોઈ ભાગે તેના ત્યાગ કરવો જોઈએ. રાજ્યપ્રકરણ આવી પ્રવૃત્તિ નથી, પણ સમાજજીવનનું તે અંતર્ગત અંગ છે. બીજી ચર્ચા તો વધારે અનુકૂળ અવસર ઉપર મુલતવી રાખવી જોઈએ. મારે વિષે નિરાશ બની મારો ત્યાગ ન કરે એટલું માગું છું.” મીઠીબહેન નામની એક ગુજરાતી નવી પુત્રી બની છે અને તે કલકત્તાથી અસ્પૃશ્યતાનિવારણ વિષે સૂચના માગે છે. એણે પૂછયું કે માલવીજી કહે છે એમાં અને તમે કહો છે. એમાં શો ફેર છે ? એને લખ્યું: અસ્પૃશ્યતાનિવારણુમાં રાટીએટીવહેવાર નથી આવતો. પણ જેઓ અસ્પૃશ્ય ગણાતા હરિજન સાથે પાટીવહેવાર રાખે છે તે અધમ કરે છે એવું હું નથી માનતા. રાટીએટીને પ્રતિબંધ હિંદુ ધર્મનું અવિભાજ્ય અંગ નથી. એ રૂઢિ થઈ ગઈ છે. હરિજન વચ્ચે ને બીજી વાતે વચ્ચે ભેદ ન જ રખાય. આમાં કાઈને ફરજ પાડવાપણું નથી એટલે દુ:ખ ન લાગવું જોઈએ.”