પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેવા ઉપવાસની અસર થાય ? ૧૩૯ - આજે સેતલવાડનો પૂના-કરાર ઉપર ‘ટાઈમ્સ'માં જબરદસ્ત હુમલે આવ્યું. જાણે વિલિંગ્ડન સાહેબ અહીં આવ્યા તેમને સવારના પહોરમાં વાંચવાને માટે જ હોય ને! - બાપુ કહે : “ કોણ જાણે કેમ હંટર કમિટી વખતથી એ માણસનું મારે માટેનું ઝેર નીકળતું જ નથી. લંડનમાં ૧૧, કિંઝ સ્ટ્રીટમાં આંબેડકર તો કદી આવ્યા જ નહોતા. અનામત બેઠકોના ધારણ ઉપર બંધાયેલી એક પણ ચોક્કસ દરખાસ્ત મારી પાસે મૂકવામાં આવી નહોતી. અને આંબેડકરને તો માત્ર સરોજિની દેવીને ત્યાં જ મળેલ. ત્યાં તેણે અલગ મતદારમંડળ કાઈ કાળે ન છોડવાની વાત કરેલી. આ માણસ પ્રાથમિક ચૂંટણીમાં અને અલગ મતદારમંડળમાં ભેદ નથી જોતો કારણ એ જોવા નથી માગતો. પ્રાથમિક ચૂંટણીની અસર તો અસ્પૃસ્યાનાં મંડળ ઉમેદવારોની નિમણુક કરે એના કરતાં કાંઈ જુદી નથી. અને વાત તો એ છે કે ચાર ઉમેદવારો ઊભા થાય ત્યાં સુધી તે પ્રાથમિક ચૂંટણીની પણ જરૂર નથી. જરૂર તા ચારથી વધારે હોય ત્યારે જ પડશે. અને એક ઉમેદવાર હોય ત્યારે તો પ્રાથમિક ચૂંટણી અને સામાન્ય ચૂંટણી બેમાંથી એકે કરવાની જરૂર ન પડે. એટલી વાત કબૂલ છે કે વિલાયતમાં આ જ ચેાજના મારી આગળ મૂકવામાં આવી હોત તો કદાચ કબૂલ ન કરત. કારણ કે ત્યાં વાતાવરણ જ નહોતું. અહીં તો અવળું સવણુના આટલા બધા પ્રતિનિધિઓએ મળીને જે કર્યું એને, ત્યાં કંઈક કરેલું હોય એની સાથે શી રીતે સરખાવી શકાય ? પણ સાચી વાત તો એ છે કે એ માણસ એમ માને કે મારા ઉપવાસે હિંદુ સમાજમાં ચેતન ભરી દીધું તો પછી એને બીજું કાંઈ કહેવાનો હક રહેશે નહીં. હિંદુ સમાજ આ ઉપવાસથી એક થા તેવા બીજી રીતે ન થાત અને એ એકતા મુખ્ય વાત છે. પ્રતિનિધિત્વની વાત તો ગૌણ છે.” મેં પૂછયું : “ આજે કેલપ્પનને લખ્યું છે કે હિંદુ સમાજનું પરિવર્તન એ મુખ્ય વસ્તુ છે. આપ માનો છો કે ઉપવાસથી એ પરિવર્તન થાય છે ?” - બાપુ: “દરેક ઉપવાસથી નહીં. એટલે તો મેં ઉપવાસ કેવા હોય તે કહી દીધું. એની પાછળ નિર્મળમાં નિર્મળ હેતુ ઈ એ. એમાં કાઈના ઉપર દબાણ લાવવાપણું ન હોય. એમ તો કાઈ દારૂડિયેા અને વ્યભિચારી માણસ હોય તેને પણ અસ્પૃશ્યતાના સવાલ ઉપર ખૂબ જ લાગતું હાય અને તે ઉપવાસ કરે, પણ એ ઉપવાસની કાંઈ અસર થાય તો ક્ષણિક જ થાય. આનું કારણ એ છે કે ઉપવાસ કરનારે સમજવું જોઈએ કે એ ઈશ્વરને પ્રતિનિધિ છે. અને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે એનામાં કોઈ પણ