પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેડીએ કેડીને હિસાબ ૧૪૧ ટીકામાં તથ્ય હોય તોપણ આ એનો પ્રસંગ નથી. ભલેને કેળકરને અપાયેલા માનપત્રમાં અતિશયોક્તિ હોય. તેમાં શું ? માનપત્ર તે કર્યું અતિશયોક્તિથી મુક્ત હોય છે ? માનપત્ર વજન આપવા જેવી વસ્તુ જ નથી. એવા લેખ “ લોકશિક્ષણ’વાળાએ લીધા શા માટે ?” | મેં કહ્યું : “સંપાદકે એક નોંધ લખી છે, જેમાં પોતાને એના વિચાર સાથે સંબંધ નથી એમ જણાવ્યું છે. અને કેવળ બીજા વિચારોને સ્થાન આપવા ખાતર લીધા છે એમ જણાવ્યું છે. વળી એની એ જ વસ્તુને સૌમ્ય, ભાષામાં કહી શકાય એમ પણ લખ્યું છે.” ત્યારે બાપુ જરા શાંત થયા. વલભભાઈ કહે : ૧૬ જે માણસ મહારાષ્ટ્રીય હોય એ પોતાના નિકટ પરિચયને લીધે એને ઓળખે અને એવું લખે. આપણે શું જાણીએ ? ” બાપુ: “ ના, એ મર્યાદા છોડીને લખેલું કહેવાય, અને એમાં દ્વેષ પણ હોવાનો સંભવ છે. ” આજે આશ્રમની આખી ટ્રેપાલ સાંજ સુધીમાં જ પૂરી કરી. ઉપવાસની. યેગ્યાયેગ્યતા ઉપર પોલાકનો સખત સપાટો - આઠ ૨૬-૨૦—'રૂ૨ નવ ટાઈપ કરેલાં પાનાંનો આવ્યો. એ ઉપરથી એમ તો જણાય છે કે વિલાયતમાં જવલ્લે જ કોઈ ઉપવાસને. સમન્યું હશે. આશ્રમની ટપાલમાં નોંધવા જેવા કાગળો : જમનાબહેનને લખ્યું : ત્રણ મહિનાનું તમારું બધું મળીને રૂ. ૧૨ ૫ ખર્ચ વધારે નથી ગણતો. એ જાણવાની મને ઇચ્છા હતી. કેમ કે તેમાંથી મને ઘણી ખબર મળી રડે છે. ભલે પોતાના પૈસા હોય તે પણ દરેકે કેડીએ કોડીનો હિસાબ રાખવો જ જોઈએ. કેમ કે સાચી વાત તો એ છે કે પોતાનું આ જગતમાં કંઈ જ નથી, બધું ઈશ્વરનું છે એવું આપણે રાજ અનુભવીએ છીએ. તેથી બધું ત્યાગબુદ્ધિથી જ ભોગવીએ, ખરચીએ. આમ જે કરે તે પાઈએ પાઈનો હિસાબ આત્મસંતોષ સારુ રાખે. આ પ્રમાણે જે રૂ. ૧૨ પ નો હિસાબ ન રાખ્યો હોય તો હવે રાખવાની ટેવ પાડવી. મને યાદ છે કે દેવભાભી આ હિસાબ માટે રાખતાં.” નર્મદા ભુટ્યુને : વાલ્મય સાધ્ય નહીં હૈ, સેવા સાધ્ય હૈ. વાડ્મય સેવાકા સાધન હૈ, ઇસલિચે જબ તક હમારે હાથમેં કુછ ભી સેવા આઈ હો તબ તક શાંતિસે ઉસમેં તન્મય રહના. ગીતામાતાકી પ્રતિજ્ઞા હૈ કિ જે ઈશ્વર કે