પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૩ પ્રત્યેક માંદગી અનુગ્રહરૂપે ભક્ત હૈ ઉનકે ભગવાન સાધન દે દેગા. હોં, જબ સમય મિલે તબ અક્ષરજ્ઞાનમેં વૃદ્ધિ અવશ્ય કરના. ઉસમેં ભી સમઝો કિ પઢનેસે વિચાર જ્યાદા ચીજ હૈ. ભલે પઢકા થાડા હો. જિતના પઢના ઉસે હજમ કરના.” છગનલાલ જોષીને : મને તે બધી પરીક્ષા ગમે. ઈશ્વરે શરત કરી જ નથી કે તેના ભક્તોને આટલે લગી જ તાવશે. હા, આટલી મર્યાદા છે ખરી, કેાઈને તેની શક્તિ ઉપરાંત નથી તાવતા. 2 “ બધું અનાસક્ત રહીને કરતાં શીખી જશો તો કુશળ જ છે. હું તો જોઉં છું કે આરોગ્યની ચાવી પણ તેમાં જ રહેલી છે.” બાળકેબાને : | * ઉપવાસ દરમ્યાન નામસ્મરણાદિ વધારે હતાં એમ કહેવાય. કેમ કે શારીરિક દુ:ખ છતાં શાંતિ ઘણી હતી. જેને અસાધ્ય રાગ છે તે અમુક સંજોગોમાં અનશન લે તેમાં આત્મહત્યાના દોષ ન હોય એમ બને. પણ અસાધ્ય રોગવાળા, જેનું મન સાફ છે, તેને અનશનને અધિકાર નથી. કેમ કે તે મનથી પણ સેવા કરી શકે છે. મારી છેલ્લી માંદગી એટલે કાન્હાપુરમાં થયેલી તે ? ગમે તે હોય. મારું સ્મરણ એવું છે કે મને પ્રત્યેક માંદગી અનુગ્રહરૂપે જ થઈ છે. ઈશ્વરના ભક્તને એમ થવું જ જોઈએ. પછી ભલે માંદગી તેની મૂર્ખાઈ ને લીધે આવી હોય. રામનામનો ઉપાગ તો જાયે અજાણ્યે રાજ થાય છે. પણ પ્રત્યેક ભીડ વેળા એ જ્ઞાનપૂર્વક થાય છે ને મારા મરણ પ્રમાણે તેથી હંમેશાં શાંતિ મળી છે. નામસ્મરણનો કાઈ મુકરર સમય છે એમ ન કહેવાય.' એક બહેનને : | * બંગડી, ચાંલ્લો, રંગીન સાડી શણગાર હોય ને કેવળ રૂઢિ પણ હાય. જેમ ખાવું ભાગ હોય અથવા દેહનું ભાડુ હોય. ભાગ અર્થે ખાઈએ તે છોડીએ. ભાડા અથે શરીરને જે દેવું ઘટે તે દઈ એ. પછી ભલે તે ભાગની વસ્તુ પણ હોય. દૂધ, દહીં, ખજૂરમાં કયાં ઓછો ભાગ છે ? છતાં ખાઓ છે ના ? કેમ કે તમારે સારુ તે ભોગની વસ્તુ નથી. તેમ જ બંગડી, ચાંલે કે રંગ જે તમારામાં વિકાર પેદા કરતાં હોય તે તે જગતની સામે થઈ ને પણ ત્યજો. પણ જે માત્ર રૂઢિ ખાતર જ વાપરો અથવા વડીલને રાજી રાખવા તો તેમાં દોષ નથી. એટલે કે એ ન વાપરવાને એકાંતિક ધર્મ નથી – જેમ જજૂ ડું ન બોલવાને એકાંતિક ધમ છે. આવા કારણસર મેં લખ્યું કે બંગડી ન પહેરવાનું વ્રત લેવામાં દોષ હતો. જે એકાંતિક ધર્મ નથી તેનું વ્રત એકાએક ન લઈ લેવું ઘટે.