પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાપીને ને સંતને ઈશ્વર એક જ ૧૪૩ તેમાં ભારે ત્યાગ નથી. હા, જો બંગડીની પાછળ તમે મરી પડતાં હોત, બંગડીને ખાતર દેશ પરદેશ રખડતાં હોત, ચોરી કરતાં હોત તો તેની બાધા લેવી ઘટતી હતી. એવી સ્ત્રીઓને હું જાણું છું કે જેને અનેક પ્રકારની બંગડી જોઈ એ, તે મેળવવા લડે, ચોરી કરે. એવી બેહેને વ્રત લે તો સારું. પણ એવી વાત કરું તોયે એ તો મારી સાથે લડે. જેને એટલામાં જ બધે શણગાર છે અને એટલાનો ત્યાગ કરવાનું કહેતાં જ જે લાલ આંખ કરે, તે ભલે એટલે કાપે. પણ જેને ચેટલા અળખામણા થઈ પડયો છે, બોજારૂપ છે, તે માબાપને રાજી રાખવા કે સમાજને ન છોડવા ખાતર રાખે તો કાંઈ ખોટું નથી. તે રાખવાની ધમ પણ હોય. હવે આ બંગડીનું શાસ્ત્ર સમજાયું ?” આંબેડકરને બાપુને મળવાની અને ઈરછા પડે તે વિષયની છૂટથી ચર્ચા કરવાની રજા મળી છે. ૨ ૭-૦–' રૂ ૨ ઉપવાસ વિષે દલીલ કરનાર એક માણસને લખ્યું : "I can only say this that where a man pleads the promptings of the inner voice, he should be left to God's mercy.'

  • હું એટલું જ કહી શકું કે જ્યારે માણસ અંતર્નાદની પ્રેરણા હોવાની વાત કરે છે, ત્યારે એને ઈશ્વરની દયા ઉપર છોડી દેવા જોઈએ.”

હું ડરસન નામના પાદરીને : "Argument is useless when you talk of your God and my God. Hitherto I have thought there was only one God for the wise and the foolish, saints and sinners. Instead of arguing with me, I suggest your praying for me, so that your God may open the eyes of my understanding and let me see what in your opinion is my error." e “ તમે જ્યારે મારા ઈશ્વર અને તમારો ઈશ્વર એવી વાત કરી છે ત્યારે તમારી સાથે ચર્ચા કરવી વૃથા છે. હું તો આજ સુધી એમ જ માનું છું કે ડાહ્યાનો અને મૂરખને, પાપીના અને સંતને ઈશ્વર એક જ છે. હું એમ સૂચવું છું કે મારી સાથે દલીલ કરવાને બદલે તમે મારે માટે પ્રાર્થના કરો કે “ તમારો' ઈશ્વર મને સદ્ બુદ્ધિ આપે અને તમારે મને જે મારી ભૂલ છે તે હું જોઈ શકું. આંબેડકરને બાપુ બાર વાગ્યે ઑફિસે મળવા ગયા. શ્રીમતી નાયડુ પણ ત્યાં જ આવ્યાં હતાં. આરંભમાં હડસનને આવેલો કાગળ આંબેડકર અને