પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હરિજનોની હાડમારીએ ૧૫ મને રસ નથી, કારણ એમાં તો અમારા મરા છે. મારા માણસને માર ખાવા પડે છે, કડવાશ વધે છે. વિલેપારલેમાં સહભાજન થયા પછી મરાઠા કામ કરનારાઓએ હડતાલ પાડી. જે ઊંચ વર્ણના હિંદુઓમાં તાકાત હોત તો અસ્પૃસ્યાને નાકર તરીકે રાખત. પણ એ તો થાય એમ નહોતું. એટલે આમાં મને રસ નથી આવતા. મારે તો સામાજિક અને આર્થિક હાડમારીઓ માટે એ જોઈએ છે.” બાપુ કહે : " તમે દાખલા આપે.” એણે કહ્યું : % અસ્પૃશ્યોને રહેવાનાં ઘરો નથી મળતાં; એના ઉપર અન્યાય અને અત્યાચાર થયાં કરે છે. એક કેસમાં એક અસ્પૃશ્ય ઉપર મરાઠાના ખૂનનો આરોપ હતા. કેસ સેશનમાં લઈ જઈને હું એને છેડવી શકત, પણ મૅજિસ્ટ્રેટ એના ઉપરથી ખૂનનો ચાજ ફેરવીને ગંભીર વ્યથાનો ચાર્જ કર્યો. હવે તેને અમુક સજા થશે. મારા પિતાના ઉપર પણ કેવી રીતે છે તે તમે નહીં જાણતા હતા. મને મુંબઈમાં પોર્ટ ટ્રસ્ટની ચાલ સિવાય બીજે કયાંય રહેવાનું મળતું નથી. મારા ગામમાં તે મહારોનાં ઘેલકાંમાં મારે રહેવું પડે છે. પૂનામાં બીજા બધા પોતાના મિત્રોને ત્યાં ઊતરે. મારે નેશનલ હોટેલમાં ઊતરવું પડે છે અને સાત રૂપિયા અને ગાડી ભાડું ખર્ચવું પડે છે.” બાપુ કહે : “ સર્વર્સ ઑફ ઈન્ડિયા ?” આંબેડકર : “ હા, ત્યાં કદાચ રહી શકાય. પણ તે પણ કદાચ. વઝેને પૂછો તો ખબર પડે. વઝેના દેખતાં એના નોકરે મારું એક વાર અપમાન કર્યું હતું. મારે તો આ બધી હાડમારીએ કાઢવી છે.” | બાપુ કહે : “ હું તમારી સાથે સંમત છું. તમારે જાણવું જોઈએ કે. મારો ઉપવાસ પૂરા થયા નથી, હજી ઊભો જ છે. કરાર સુધરાવવા એ તો ગૌણ વાત હતી. મુખ્ય વાત તો હજી બાકી રહેલી છે. એને માટે હું પ્રાણ આપવા તૈયાર છું. તમે જે કહો છો એ બધા અન્યાયે મટવા જ જોઈએ.” e આંબેડકરે કહ્યું : “ મને બિરલાએ અસ્પૃશ્યતાનિવારણ સભાના બાર્ડમાં લેવાનું કહ્યું. મેં ના પાડી, કારણ હું એકલો શું કરું ? મારે તમે જે ઇચ્છો તે રીતે અસ્પૃશ્યતાનિવારણના કામમાં સંમતિ આપવી રહી. અમે જે ઘણા હાઈ એ તો અમે ઈચ્છીએ એ રીતે સુધારા કરાવી શકીએ. તમે ઈચ્છતા હો કે મંદિર બાંધવું કે કુવા ખોદાવવા. અમને એમ લાગતું હોય કે આ પૈસા નકામાં જાય છે, એને માટે બીજો રસ્તો જોઈ એ.” બાપુ કહે : “ તમારું દૃષ્ટિબિંદુ સમજું છું, અને હું એ ધ્યાનમાં રાખીશ અને શું કરી શકાય તે જોઈશ.” ૧૦