પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નરસિંહરાવને દિલાસા ૧૪૭ હાવી કસોટીને પ્રસંગે ઉચ્ચતર ભૂમિકામાં ચઢવાને પ્રભુ દયાળુ આપ જેવા નેહાળ સજજનની દ્વારા પાંખે આપે છે એ લાભ એ છે નથી. “ કસોટી તા બાકી ભારે જ છે. પ્રથમ બે સંતાન ચાલ્યાં ગયાં તે ત્રણ અઠવાડિયાં માંદગી ભોગવીને. હાણે તો ચાર કલાકમાં જ એકાએક બેભાન થઈને દેહ છોડી દીધા. શાંતિદાતા શાંતિ આપે છે અને આપશે. આપના પુત્ર માટે આભાર નહીં માનું, પરંતુ કહીશ કે એ પત્રને અમૂલ્ય ધન તરીકે સંઘરી રાખીશ.” બીજો કાગળ લખીને : ૮૮ મારી પ્રિય પુત્રીના અવસાનના દશાહ પ્રસંગે સાડા આઠ વાગ્યે પ્રાર્થના રાખી છે તે સમયે આપ હૃદયમાં પ્રાર્થના કરશે ? એ ગત આત્માને માટે નહી'. એ તો ચિર શાંતિધામમાં બિરાજે છે. પણ આ અશાંતિના અ'ધ અરણ્યમાં ભટકતાં હમે પાછળ રહ્યાં છીએ હેમને જ માટે. આપના પત્રમાં તો હમને ‘ પ્રભુ શાંતિ બક્ષે’ એ પ્રાર્થનાના શબ્દો છે જ, છતાં હમારી તે પ્રસંગ માટે વિનંતી.” એમને કાગળ લખ્યા : સુજ્ઞ ભાઈશ્રી, or સવારની ચાર વાગ્યાની પ્રાર્થના અમે કરી રહ્યા અને આ લખવા બેઠા છું. તમારા બંને કાગળ મળ્યા છે. અમે ત્રણે આજે ૮-૩૦ વાગ્યે તમારી સાથે દશમાનું શ્રાદ્ધ ઊજવતા હોઈશું. મૂક પ્રાર્થનાને બદલે * લીડ કાઇન્ડલી લાઈટ”ના તમારે અનુવાદ ગાઈશું. તેમાં તમને બંનેને જોઈ એ તેટલી શાંતિ કયાં ભરી નથી ? તમારાં બાળકો તો ચિરશાંતિ ભોગવે છે. પણ આ જગતમાં જેટલાં બાળક છે તેટલાં તમારાં કયાં નથી ? તમે તો એવું જ્ઞાન ધણુંય આપ્યું છે. તે અત્યારે તમને સહાય કરો.

  • પ્રેમળ જ્યોતિ’ની એક વાત તમને ગમશે. જતાં જતાં ફાધર એલ્વિને ધાર્યું કે જે ખ્રિસ્તીઓના મિત્રવર્ગ દર અઠવાડિયે મારી સાથે માનસિક સંબંધમાં આવે તો સારું. તેમ કરવા સારુ તેણે મારી પાસેથી એક ભજન માગ્યું, કે જે બધાએ ધારેલે વખતે દરેક અવાડિયે ગાવું. મેં પેલું ન્યૂમેનનું ભજન પસંદ કર્યું. તે આજે યુરોપ, અમેરિકા, અહી ને બીજ દેશામાં મિત્રમંડળ દર શુક્રવારે ૭-૩૦ વાગ્યે સાંજે ગાય છે. અમે અહીં* ને આશ્રમવાસીઓ સાબરમતી ઇત્યાદિમાં ‘ પ્રેમળ જ્યોતિ’ દર શુક્યારે સાંજની પ્રાર્થનામાં ગાઈ એ છીએ. એમ એ ભજનમાં તમે જે પ્રાણ રેડડ્યો છે તેમાં વૃદ્ધિ થતી જાય છે. આવી આ તમારી ભેટ તમને પણ ફળા.

A તમારા મોહનદાસ ”