પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વડાપ્રધાનને કાગળ આજે પોણાત્રણ વાગ્યે ભંડારી વડાપ્રધાનને કાગળ લઈને આવ્યા. કાગળ લાંબા તારથી આવ્યા હતા. એમાં વિનય ૬-૧-'રૂ ૨ બતાવવાનો ઠીક પ્રયત્ન છતાં એક કઠે એવું વાકચે મેકડાનડની લાક્ષણિક રીતે હતું. બાપુએ કાગળ વાંચે ને તરત કહ્યું : “ આ લેકાએ નિશ્ચય કર્યો લાગે છે કે મને મરવા દેવા. બસ લાવા નેટબુક, જવાબ લખી નાખીએ.” જવાબ લખાયા અને ચાર વાગ્યે તો મેં નકલ તૈયાર કરી. સવાચાર વાગ્યે ભંડારી આવ્યા અને એ લઈ ગયા. વડાપ્રધાનના કાગળની સાથે એના ખાનગી મંત્રી ગુલ્ડન હોલિ ઉપર કાગળ હતો કે, કાગળ જાતે પહોંચાડજો અને પત્રવહેવાર છાપવાની એની. વિનંતીને ગાંધી વળગી રહે છે કે નહીં તે જાણીને મને ખબર આપજો. ડાઈ લે પોતે કાગળ આપવા આવવું જોઈતું હતું, પણ મેજર ભંડારી મારફતે એણે પહોંચાડવ્યો. - પ્રાર્થના પછી રાત્રે બાપુએ પોતે આપેલા જવાબ પાછા વાં અને કહે : “ “ તમે સાચે નિર્ણય ન કરી શકે’ વાળા વાકયમાં “અજાણ્યા અને બહારના એવા તમે” લખ્યું હોત તો ઠીક થાત. કાગળ આજ ગયે એટલે બાપુ રાજી રાઈ થઈ ગયા, અને કાલે જ બધું છપાય તો સારું એમ અમને સૌને લાગ્યું. e કાગળ મોકલ્યા પછી બાપુ કહે : “ વાઈસરૉયનું ભાષણ થયું, ઍડરેટ લેઓને સહકાર મેળવ્યું, અને પછી આ જવાબ મોકલ્યા. એ બધું ઇરાદાપૂર્વક છે.” વલ્લભભાઈ એ જમીને આવીને આ જ વાત કરી. વલ્લભભાઈ કહે : “ આખી વસ્તુમાં ભારે બાજી છે. થોડાઘણા અસ્પૃસ્યાને રાખીને તેની મારફતે રાજ ચલાવશે. અને આટલાને ખાસ પ્રતિનિધિત્વ આપ્યું એટલે બીજા હિંદુ મતદારમંડળમાંથી આવી ન શકે. એટલે એ બતાવી શકે કે જુઓ કોમી મતદારમંડળની કેવી જરૂર હતી ?' | બાપુ કહે : “ એ તે તમે એની રાજધારી બાજુ કહી. પણ એની નૈતિક બાજુની તે એ લોકોને ખબર શેની પડે ? ગુજરાતનાં ગામડાંઓમાં કયાં કયાં અત્યજો સંતાયેલા પડયા છે, દક્ષિણમાં * અગમ્ય (unapproachables ) અને “ અદા ” (invisibles ) પડ્યા છે એની મૅકડોનલ્ડને શેની ખબર હોય ? એ બધાએાનો ભૂકો થઈ જાય. અને એ અલગ મતદારમંડળાને સડે હિંદુ સમાજમાં પેઠા એટલે હિંદુ સમાજનાં છેડતાં થઈ જાય. આ વસ્તુનાં નૈતિક પરિણામો મને વધારેમાં વધારે ખટકે છે. એકલી રાજઠારી બાબત હોય તો હું જીવન