પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧પ૦ સઘળા વિચારો એકબીજા સાથે વણાયેલા બનાવ બની ગયા પછી પણ હું તે સમજું તે મને ગમે. કારણ એ ભૂલ ફરી કરતા હું અટકે. પણ મેં ભૂલ કરી છે એવી મારી ખાતરી થતી નથી. “ હું જોઉં છું કે જોકે આપણે પરસ્પર પ્રેમ એનો એ જ છે છતાં આપણા વિચારો એકબીજાથી જુદા પડતા જાય છે. વસ્તુઓને જોવાની આપણી રીત પણ જુદી પડે છે. એટલે આપણે જુદા પડવામાં સંમત થવું રહ્યું.

  • આ બાબતમાં મેં ધાર્યું હતું કે બીજા સધળા મારું આ કાર્ય ન સમજી શકે તો પણ મિલી અને તમે સંતવૃત્તિથી એ સમજી જશે અને મારી ઢાલ બનશે. પણ એ આનંદ મારા નસીબમાં નહીં હોય. પણ મને એના કરતાંય વધારે ભારે આનંદ મળી રહ્યો છે કે રાજદ્વારી અને આધ્યાત્મિક મતભેદો છતાં આપણે પ્રેમ કાયમ છે. આપણી વચ્ચે આધ્યાત્મિક મતભેદો પણ ઊભા થશે એમ મેં ધાર્યું નહોતું. પણ હું જોઉં છું કે રાજદ્વારી, સામાજિક અને બીજા વિષયે ઉપરના વિચારો આધ્યાત્મિક વિચારો સાથે જ વણાઈ ગયેલા હોય છે, અને તેમાંથી જ નીપજે છે. એટલે આપણી વચ્ચે જે તીવ્ર રાજદ્વારી મતભેદ છે તેનું કારણ વધારે સંભવ છે કે આધ્યામિક મતભેદમાં શોધી શકાય. ઉપવાસને મૂળ મુદ્દો જ તમે ચૂકી ગયા લાગે છે. એ માટે * લઘુમતી સમિતિ’ આગળનું મારું ભાષણ તમારે જોવું જોઈએ. એ પહેલેથી તૈયાર કરેલું ભાષણ નહોતું. તેનાં આખરનાં વચને તો હું એલ્યા વગર રહી જ ન શકયો. એ ગંભીર પ્રતિજ્ઞાનું આ ઉપવાસ એ અનિવાર્યું પરિણામ હતું. એ પ્રતિજ્ઞાનું પાલન શી રીતે થશે તેની તે વખતે મને થોડી જ ખબર હતી. હું કહું છું કે એ વચન ઈશ્વરે કઢાવ્યાં હતાં અને એનું પાલન પણ ઈશ્વરે કરાવ્યું. વાત આમ છે ત્યાં સઘળી દલીલ નકામી છે. પણ જો એ મારો ભ્રમ હોય તે જે મિત્રો એમ માને છે, તેમણે પોતાના તમામ પ્રેમ અને આગ્રહથી સત્ય વસ્તુ મને દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • પછીથી જે બધું બન્યું છે તે ઉપરથી પણ મારા અભિપ્રાયને પુષ્ટિ મળી છે કે ઉપવાસ એ ઈશ્વરદત્ત કાર્યું હતું..

‘‘ વડાપ્રધાન મારફત નહીં પણ સર સેમ્યુઅલ મારફત જ ઉપવાસના મારા સ ક૯૫ મારે જણાવવા જોઈતા હતા. મેં કરેલાં બધાં નિવેદન અને વડાપ્રધાનને લખેલા મારા કાગળ પણ તમે જોયાં હોય તો એમાંથી તમને જણાશે કે આ ઉપવાસ, મારી, ઉપર શ્રદ્ધા રાખનારા અને જ્યારે જ્યારે તેમની વચ્ચે હું જતો ત્યારે ત્યારે પોતાના અપાર પ્રેમથી મને વીંટળાઈ વળવારા કરાડા માણસોને અનુલક્ષીને હતા. એ લોઢી કશી દલીલ