પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કાઠિયાવાડ મુકેલી આપે છે ૧૫૧ વિના ઉપવાસ તથા તેના તમામ ફલિતાર્થને સમજી ગયા. એને રાજકીય ભાગ તો એમને માટે નજીવા હતા. આંતરિક સુધારો એ જ એમને માટે મહત્ત્વનો હતા. એ સુધારા હજી ચાલી રહ્યો છે. અને તમારે યાદ રાખવું કે આ ઉપવાસ માત્ર મુલતવી રહ્યા છે. જે લોકો પાછા ઘી જાય તે ઉપવાસ ફરી કરવા પડે. પિતાના પ્રેમપાત્રને અવળે રસ્તે જતા રોકવા માટે પ્રેમી ઉપવાસ કરે તો તેમાં બળાત્કાર નથી. એ તે દુ:ખી હૃદયની ઈશ્વરને પહોંચતી આહ છે. તમારી ભાષામાં આકાશનું સંગીત આવી આહાનું હોય છે. મારો ઉપવાસ ઊધમાં પડેલા પ્રેમને ચાબુક સમાન હતો. ૮૮ તમે પૂછો છો કે ત્યારે તમે દસ વરસ પહેલાં ઉપવાસ કેમ ન કર્યા? એનો જવાબ એટલો જ છે કે ઈશ્વરે તે વખતે મને આદેશ ન આપ્યો. તમે એની ઓછામાં ઓછી આશા રાખતા હો ત્યારે તમને જગાડવાને તે આવે છે. એના રસ્તા ને આપણા રસ્તા ન્યારા છે. હુ’ એમ કહું કે બલિદાન આપવાની જે શક્તિ આજે મારામાં દેખાય છે તે શક્તિ મારામાં દસ વરસ પહેલાં પણ હતી તો એ વસ્તુ તે તમે જરૂર માનશો. e k* છેવટમાં, જે સમાધાન અહીં થયું તે લંડનમાં ન જ થઈ શકત, એ બાબતમાં તો મારા નિર્ણય તમારે સ્વીકારવા જ જોઈ એ. કારણ તમારી પાસે છે તે કરતાં ઘણી વધારે હકીકતો ઉપર એ બંધાયેલા છે. વળી ત્યાં હિંદુ-મુસ્લિમ-શીખ કોયડા ઉપરાંત બીજા કોઈ પ્રશ્ન ઉપર નિર્ણય કરવાનું વડાપ્રધાનને કહેવામાં આવ્યું નહેતું. તમને સૌને પ્યાર - ભાઈ ” મૌનવાર, ૧૭–૧૦-'૩૨, - કાઠિયાવાડથી અંત્યજના પ્રશ્ન વિષે ઊભી થતી મુશ્કેલીઓ વિષે શભુશ કરને કાગળ આવ્યા. બાપુ કહે : “ આ કાઠિયાવાડ છેવટે મુશ્કેલી આપવાનું છે. કશું કરવું નહીં, અને આવી બાબતમાં મુશ્કેલીઓ લાવવી. રાજાઓને પણ પોતાની મોજમજા એાછી નથી કરવી એટલે લોકોને વિરોધ પોતાની સામે ન થાય એમ કરવાને માટે લોકોને આવી બાબતોમાં ટેકો આપે છે.” આજે ડે. કટિયાલ હોમ સેક્રેટરીની રજા લઈને બાપુને મળી ગયા. લંડનમાં પોતે બાપુને ‘મેડિકલ ઍડવાઈઝર' હતો અને પોતે પાછો વિલાયત જાય છે તે પહેલાં મળી લેવા માગે છે એમ જણાવીને રજા મેળવી. પંજાબની ખબર આપતાં એણે જણાવ્યું કે ઝલી હુસેન સિવાય