પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કોઈ દુષ્ટ રહે એમ ન ઇરછીએ બીજું કાઈ ત્યાં મુશ્કેલી ઊભી કરે એમ નથી. આખા સવાલનો સંતોષકારક ફડો આવશે એવી એ માણસની વાત ઉપરથી બાપુને છાપ પડી. સાયં પ્રાર્થનામાં “ નિંદક બાબા વીર હમારા' એ ભજન ગાયું. પ્રાર્થના પૂરી થયા પછી બાપુ કહે : “ આ ભજન આપણે ગાઈ શકીએ ખરા ? ” મેં કહ્યું : “. એને બહુ ચૂથવા જાઓ તો કદાચ તે ન ગાવા જેવું લાગે, પણ મને તો એમાંથી ક્ષમાભાવનો જ વનિ નીકળતા લાગે છે.” બાપુ : “ મેં પણ એમ જ માન્યું છે. પણ આજે એલતાં બોલતાં મને સૂઝયું કે આપણે એમ પુછી શકીએ ખરા કે જુગ જુગ નિંદક મારા ? આ આખા ભજનમાં કટાક્ષ નથી ? ” મે કહ્યું : “ મને નથી લાગતું કટાક્ષ હાય. મને તે એ ભજન વાંચીને ઘણી વાર તમારી જ વૃત્તિઓ અંદર ધ્વનિત થતી હોય એમ લાગ્યું છે. ઘણી વાર તમારા ઉપર સખત ટીકા થાય છે ત્યારે તમે કહો છે એ સારું છે, એ ટીકાના લાભો વર્ણ વા છે.” બાપુ : “ એ સાચું. એ ભજનના રાગ મધુર છે, શબ્દરચના પણું સારી છે, અને ગાવું હું મેશાં ગમ્યું છે. પણ આજે વિચાર થયો કે આપણી નિંદા કરનારા હંમેશાં નિંદાનો જ ધંધો કર્યા કરે, પોતે ડૂખ્યાં કરે અને બીજાને તાર્યા કરે એમ આપણે પ્રાર્થના કરી શકીએ ખરા ?” - હું: “ આ ભક્તોનાં ભજનો તે તે વેળાની મનોવૃત્તિના પડઘા છે. આમાંથી ક્ષમાભાવ ઉપદેશવા સિવાય એના બીજે કંઈ ઉદ્દેશ હોય એમ હું માનતા નથી. બાકી એનું પૃથક્કરણ કરતાં સંભવે છે કે એમાંથી ક્ષમા નીકળવાને બદલે તિરસ્કાર નીકળે.” બાપુ : “ બસ એ જ મારું કહેવું છે. એમાં કટાક્ષ છે અને નિંદકનો તિરસ્કાર છે. દુષ્ટમાં દુષ્ટ માણસ પણ દુષ્ટતા છોડે એમ આપણે ઈચ્છીએ, દુષ્ટતામાં કાયમ રહે એમ કદી ન ઈચ્છીએ. આ ભજન ગવાય કે નહીં એ વિચાર તો મને એટલા માટે આવ્યા કે “ ભજનાવલિ'ની નવી આવૃત્તિનો વિચાર કરી રહ્યો છું ના ?” on હું : “ બરાબર. નિદકને માટે શુભેચ્છાને બદલે એમાં શોપ ભરેલ છે એમ કાઈ કહે તો ખાટું ન કહેવાય. એ દૃષ્ટિએ “તું તો રામ સુમર જગ લડવા દે” • એ પણ ન ગવાય. કારણ એમાં તો ‘નરક પચત વાકે પચવા દે” એ તો Revelation ( રેલેશન - બાઈબલના નવા કરારનો એક ભાગ ) ના શાપવાકયનું ભાષાંતર જ લાગે છે. “ He who