પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫૪ દુઃખમાં ધર્મ ની પરીક્ષા વાળવા (જિ. સતારા )ના હરિજનાની અંદર અક્ષરે મોટા પહોળા કાગળા ઉપર લખેલી અરજી આવી કે “ અમને પૃઢ હિંદુઓ તરફથી ભારે દુ:ખ છે. અમારાં ઝૂંપડાં દર વરસે વેવાઈ જાય છે. પણ અમને ઊંચી જગ્યાએ ઝૂંપડાં બાંધવાની રજા પૃસ્યાના વિરોધને લીધે નથી મળી શકતી. અમારે બીજ ધર્મમાં શા સારુ પ્રવેશ ન કરવો ? પણ તમે બાબાસાહેબ આંબેડકરની સાથે હવે સુલેહ કરી છે એટલે અમે તમે હવે શું કરે છે તેની રાહ જોઈને બેઠા છીએ.” એને લખ્યું :

  • આપ ભાઇયાંકા સુંદર અક્ષરમે સુંદર ભાષામેં લિખા હુઆ ખત મુઝે મિલા હૈ. આપ લેગાંકા દુ:ખ મેં સમઝ સકતા હૈ. બાબાસાહેબ આંબેડકરસે મેરી બાત બાતે’ હુઈ હૈ. યહાઁસે મેં થોડી હી સેવા કર સકતા હૈ. મેરી સલાહ હૈ કિ આપ લેગ આપકે દુ:ખી કથા નયા મંડલ જે સ્થાપિત હુઆ હૈ ઉસે લિખે. મુઝકો તો અવશ્ય લિખા કરે.”

આપ લેાગ હિંદુ હૈ, યહ કિસી પર ઉપકાર કરનેકે લિયે નહી હૈ. ઈસલિયે મેં કૈસે કડું આપ દુ:ખકે મારે ધર્મ છોડે ? ધમકી પરીક્ષા હી દુ:ખમે હોતી હૈ. હા, મેં આપ ભાઈયેકે ઈતના આશ્વાસન દે સકતા હૈ કિ મૈંને ઇસ દુ:ખકે નિવારણકે કારણ પ્રાણાપણ કિયા હૈ. ઔર દિ ઈતર હિંદૂ આપ લેગાંસે ન્યાયપૂર્વક વ્યવહાર નહીં કરે તે પ્રાયશ્ચિત્ત રૂપમેં મેં મુલતવી રખા હુઆ અનશનકા આરંભ કર દૈગા. ઐસા કરનેકી શકિત ઈશ્વર મુઝે દેવે. હરિજનાંકા સેવક મોહનદાસ ગાંધી ” શભુશ કરને કાઠિયાવાડમાં પડતી અસ્પૃશ્યતાનિવારણની કઠણાઈ એ વિ કાગળ આવ્યા. એને ઉત્તર :

    • જયાં લેકમત વિરુદ્ધ હોય ત્યાં પરાણે હરિજનને દવાખાનામાં કે મંદિરમાં લઈ જવાનો આગ્રહ ન રાખવા. પણ જેઓ તેની સેવા કરવા દઈચ્છતા હોય તેણે તેઓને સારુ તેઓના જ લત્તામાં કે તેમની નજીક તેવી સગવડ પેદા કરી દેવી ને ત્યાં હરિજન સિવાયના બીજાને આવવું હોય તેને આવવા નાતરવા. દરમ્યાન લોકોને વિનયપૂર્વક સમજવવા. લોકેાની ઉપર ગુસ્સો કરવાથી કે તેમની ઝેરી ટીકા કરવાથી કામ સુધરવાનું નથી. પૂણું" પ્રેમથી લોકોનું અજ્ઞાન ટાળી શકાશે. જે જે સગવડે તેને સારુ નથી તે પેદા કરવાનું ભગીરથ પ્રયત્ન થવા જોઈએ. સ્ટેટ તો ઘણું કરી શકે.